ETV Bharat / bharat

આ દિવાળી પર બનાવો ગુજરાતી વાનગી ચોરાફળી, જૂઓ રેસિપી - recipe of Gujarati chorafali for Diwali

દિવાળીનો તહેવાર રોશની અને સ્વાદિષ્ટ વાનગીઓનો તહેવાર છે. દેશના અલગ-અલગ ખૂણે અલગ-અલગ વાનગીઓ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ સમયે બજારમાંથી વાનગી લાવવાને બદલે જાતે જ ઘરે રાંધવું વધુ સારું હોય છે. આ અવસર પર એવી વસ્તુઓ બનાવો જેને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો. અમે તમને દિવાળીના અવસર પર બનાવી શકાય તેવી સરળ વાનગી (Diwali Food and Recipe) વિશે જણાવી રહ્યા છીએ, જેને બનાવીને તમે તમારા મહેમાનોને ખુશ કરી શકો છો.

આ દિવાળી પર બનાવો ગુજરાતી વાનગી ચોરાફળી, જૂઓ રેસિપી

author img

By

Published : Oct 12, 2022, 7:55 PM IST

ન્યુઝ ડેસ્ક: સાંજની ચા સાથે થોડો મસાલેદાર નાસ્તો મળે તો આનંદ વધી જાય છે. આવી સ્થિતિમાં ગૃહિણીઓ વિચારે છે કે, ઘરમાં નવું શું બનાવવું જોઈએ. તેથી જ આજે અમે તમારા માટે ગુજરાતી નાસ્તો 'ચોરાફળી' બનાવવાની રેસિપી (Recipes for making Chorafali) લઈને આવ્યા છીએ, જે મિનિટોમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો જાણીએ તેની રેસિપી વિશે.

ચોરાફળી
ચોરાફળી

ચોરાફળી બનાવવા જરૂરી સામગ્રી

લોટ બાંધવા માટે જરૂરી સામગ્રી

૨૦૦ ગ્રામ બેસન

૧૦૦ ગ્રામ અડદ ડાર નો લોટ

પા ચમચી ખારો પાપડ

સ્વાદ મુજબ મીઠું

૨ ચમચી તેલ

જરૂર મુજબ પાણી

ચોરાફળી ચટણી
ચોરાફળી ચટણી

ચટણી માટે જરૂરી સામગ્રી

૨ ચમચી બેસન

૧ કપ પાણી

પા કટકો આદુ

પા કપ ફુદીનો

૧-૨ તીખા મરચા

પા ચમચી મરી પાઉડર

અડચી ચમચી લીંબુ નો રસ

પા કપ લીલા ધાણા

સ્વાદ મુજબ મીઠું

ચોરાફળીનો મસાલો બનાવવા જરૂરી સામગ્રી

સંચળ ૧ ચમચી

૧/૨ ચમચી ગરમ મસાલો

લાલ મરચાનો પાઉડર ૧ ચમચી

૧ /૨ ચમચી મરી પાઉડર

૧ ચમચી આમચૂર પાઉડર

સ્વાદ મુજબ મીઠું

કેવી રીતે બનાવવી ચોળાફળી: ચોળાફળીનો લોટ બાંધવા સૌપ્રથમ એક વાસણમાં અડધો કપ પાણી લો (How to make cholaphali) તેમાં ખારું પાપડ નાખો તેમજ સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ પર ઉકાળી લો, પછી એક વાસણમાં બેસન તથા અડદનો લોટ ચાળી લો તેમાં તૈયાર કરેલ પાણીમાં બે ચમચી તેલ નાખી તૈયાર થયેલ પાણી ઉમેરતા જઈ લોટ બાંધતા જવું જરૂર પડે તે મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લેવો ને બાંધેલો લોટ ને ૧૦-૧૫ મિનિટ મસળો. ત્યારબાદ બાંધેલો લોટ ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ એક બાજુ મૂકી દો દસથી પંદર મિનિટ બાદ લોટ ને ફરીથી ૫-૭ મિનિટ મસળી લેવો.

મસડિયા બાદ તેમાંથી ત્રણ ચાર મોટા લૂઆ બનાવી લેવા અને દરેક યુવાને હાથ વડે પાંચ-સાત મિનિટમાં મસળી લેવા મસળવાથી બાંધેલા લોટ તથા મસદેલા લોટનો રંગ અલગ-અલગ થઈ જાય ત્યાં સુધી મસળવું જેથી ચોરાફરી વધારે સારી હશે ક્રિસ્પી ને ફૂલેલી બનશે. ત્યારબાદ તેના મીડીયમ નાની રોટલી થાય એટલા નાના નાના લૂઆ કરી અને તેલ લગાડી એક બાજુ મૂકી દો,પછી એક એક લુવો લઈ તેને મેદાના અટામણ લઈ પાતળી રોટલી વણી લો બધીજ રોટલી ને સાફ કપડા પર એક પર એક મૂકતા જાઓ જેથી રોટલી સુકાઈ ના જાય રોટલી વણાઈ જાય ત્યારબાદ ગેસ પર તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે દરેક રોટલીમાં વચ્ચે થોડા થોડા અંતરે કાપા મૂકી એક એક કરી દરેક ચો રફળી ને ફૂલ તાપે બને બાજુ તારી લેવી તળેલી ચોરાફળી ઠંડી થવા એક બાજુ મૂકી દો.

ચટણી બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં ફુદીનો આદું લીલા ધાણા અને મરચા નાખી જરૂર મુજબ ઠંડુ પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ એક કડાઈમાં એક ચમચી બેસન લ્યો તેમાં એક કપ પાણી નાખી બરાબર મિક્સ કરો ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવું બરોબર મિક્સ થઇ જાય, ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ પર ધીમા તાપે દસ મિનિટ સુધી હલાવતા રહી બેસન બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવો. બેસન બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા દો મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેમાં પીસેલી ફુદીનાની પેસ્ટ નાખી અડધી ચમચી લીંબુ નો રસ નાખી મિક્સ કરી ફ્રીઝ માં ઠંડી કરો

મસાલો બનાવવા સંચળ ,સ્વાદ મુજબ મીઠું ,લાલ મરચાનો ભૂકો ,આમચૂર પાવડર ,મરી ,ગરમ મસાલો બધાને એક મિક્સર જારમાં લઈ બરોબર પીસી મસાલો તૈયાર કરી લો.હવે તરેલી ચોરાફળી સર્વિંગ પ્લેટ પર લઈ તેના પર તૈયાર કરેલો મસાલો છાંટી ઠંડી ચટણી સાથે પીરસો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.