હૈદરાબાદ: 50 વર્ષ જૂનું સોવિયત સંઘનું અવકાશયાન વીનસ (SOVIET SPACECRAFT FROM 50 YEARS OLD) અવકાશમાં છોડવામાં આવ્યું હતું. જે હવે ચહલપહલ મચાવી રહ્યું છે. એક એન્જિન ફેઈલ (engine failure Spececraft incidents) થઈ જવાને કારણએ પોતાના નિર્ધારીત સ્થાન સુધી પહોંચવાના બદલે (Kosmos 482) પૃથ્વીના આવરણની આસપાસ ફસાયું છે. આ પોઈન્ટ પર તે પૃથ્વી બાજું આગળ વધ્યું તો દુર્ઘટનાગ્રસ્ત થઈ શકે છે. અવકાશ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે, ચાર વર્ષ બાદ આપણા વાયુમંડળમાં બીજી તે એની એન્ટ્રી થઈ શકે એમ છે.
આ પણ વાંચો: સાયબર ઠગથી બચવા માટે આ ટિપ્સ પણ જાણવી જરુરી છે
મૂળ રશિયામાં: તારીખ 27 માર્ચ 1972માં સોવિયત સંઘે પૃથ્વીથી નજીક પાડોશી દેશની શોધખોળ કરવા વેનેરા-8 અવકાશમાં રવાના કર્યું હતું. આ સિવાય તારીખ 31 માર્ચના રોજ કોસમોસ 482 નામનું એક અવકાશયાન પણ રવાના કરાયું હતું. 117 દિવસની યાત્રા બાદ વેનેરા 8 સફળતાપૂર્વક શુક્ર પર લેન્ડ થયું હતું. જેના કેટલાક ડેટા અને સિગ્નલ પૃથ્વી પર મોકલાયા હતા. શુક્ર ગ્રહ પર કઠોર સપાટીને કારણે તે કલાક કરતા પણ વધારે સમય સુધી સક્રિય રહ્યું. શુક્ર પર 50.11 મિનિટ દરમિયાન, વેનેરા 8 એ ગ્રહ પર સપાટી પર ત્રણ રેડિયો એક્ટિવ ફ્રિકવન્સી પણ તપાસી હતી. બીજી બાજુ કોસમોસ 482 પૃથ્વીની કક્ષામાંથી પસાર થવા માટે નિષ્ફળ રહ્યું હતું. જે પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા હોવાનું માનવું છે. છેલ્લા 50 વર્ષમાં 7000 કિમી કરતા પણ વધારે નજીકની ભ્રમણકક્ષા સુધી આવી પહોંચ્યું છે.
ગમે ત્યારે પૃથ્વીને અથડાય: આ કારણે તે ગમે ત્યારે પૃથ્વીને ટક્કર મારી શકે છે. કોસમોસ 482 મોલનિયા બુસ્ટર તરફથી લૉન્ચ કરાયું હતું. જે રોકેટ પૃથ્વની કક્ષા પાર કરવા અને શુક્ર સુધી પહોંચવા ખાસ ડીઝાઈનથી તૈયાર કરાયું હતું. પછી તે અવકાશ યાનની કક્ષામાં અટવાઈ ગયું હતું. બુસ્ટરનો ઉપરનો ભાગ ટાઈમરને કારણે પહેલા જ બંધ થઈ ગયો હતો. એન્જિન બંધ થઈ જતા અવકાશ યાન બે ભાગમાં વર્ગીકૃત થયું. તારીખ 1 મે 2022 સુધીમાં તે 198 x1957 કિમી સુધી નજીકની કક્ષા સુધી આવે એવા એંધાણ છે.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામએ ભારતમાં રીલ્સ માટે નવા '1 મિનિટ મ્યુઝિક' ટ્રેક કર્યું લોન્ચ
પૃથ્વીને અસર: અવકાશયાન નિષ્ણાંત મેક્રો લૈંગબ્રોકના એક રીપોર્ટ અનુસાર કોસમોસ 482 વર્ષ 2024 અને 2027 વચ્ચે પૃથ્વીના આવરણમાં આવી શકે છે. જોકે, ખગોળવિદ અને અવકાશ યાત્રી તથા ઈતિહાસકાર પાવેલ શુબિન કહે છે કે, આ અંગે ટૂંક સમયમાં તપાસ શરૂ થશે. જેમાંથી ખ્યાલ આવશે કે, તે ખરેખર પૃથ્વીના આવરણમાં આવે છે કે નહીં. વર્ષ 2023 અને 2025 વચ્ચેના સમયગાળાને આ માટે અનુમાનિત માની શકાય છે. જો પૃથ્વી સાથે અથડાય તો એકાએક ગરમી વધી શકે છે. કેટલીક વસ્તુઓ જ પૃથ્વીના વાતાવરણનો સામનો કરી શકે છે.
આવા એંધાણ: જમીન અથવા સમુદ્રમાં તે દુર્ઘટના ગ્રસ્ત થઈ શકે છે. કોસમોસ 482ને અવકાશમાં તે શુક્રના વાતાવરણ સાથે અનુરૂપ થઈ કામ કરી શકે એ માટે ખાસ હેતુથી તૈયાર કરાયું હતું. આ માટે ખાસ ઔદ્યોગિક સામગ્રીનો ઉપયોગ કરાયો હતો. એટલે એવી સંભાવના પ્રબળ છે કે, તે પૃથ્વીના આવરણમાં આવી નહીં શકે. ગતિને અંકુશમાં લાવવા માટે તથા શુક્રની સપાટી પર લેન્ડ કરવા માટે એક પેરાશુટ સિસ્ટમ તૈયાર કરાઈ હતી. એવી શક્યતા ઓછી છે કે, 50 વર્ષ બાદ આ પેરાશુટ સિસ્ટમ કામ કરે. જ્યાં પણ થશે તો ક્રેશ લેન્ડિગ થશે. પૃથ્વીના આવરણમાં આવ્યું તો દક્ષિણ અને મધ્ય યુરોપ તથા એશિયાની સાથે અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં અસર પહોંચી શકે. નિષ્ણાંતો અનુમાન છે કે, જમીન કરતા તે સમુદ્રમાં ખાબકશે.