- વિવાદ બાદ માર્કેટ કમિટીના સેક્રેટરી સુલતાનસિંહની હિસારથી બદલી કરવામાં આવી હતી
- સોનાલી ફોગાટ અભિનેત્રી હોવા ઉપરાંત રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી છે
- ટિપ્પણીઓના કારણે તે અને તેનો પરિવાર માનસિક મુશ્કેલીમાં છે
હિસાર: ભાજપના નેતા સોનાલી ફોગાટે ફેસબુક ઉપર અભદ્ર ટિપ્પણી કરનારા 17 લોકો સામે આઈટી એક્ટનો કેસ દાખલ કર્યો છે. ભાજપ નેતાની ફરિયાદના આધારે મિલગેટ મથકની પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને નોંધવામાં આવેલી ફરિયાદમાં સંત નગરમાં રહેતી સોનાલી ફોગાટે જણાવ્યું હતું કે, તે અભિનેત્રી હોવા ઉપરાંત રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી છે.
આ પણ વાંચોઃ સોનાલી ફોગાટે "ભારત માતા કી જય" ન બોલનારને પાકિસ્તાની ગણાવ્યા, માગી માફી
લગભગ 10 દિવસથી કેટલાક લોકો ફેસબુક પર તેના પર અભદ્ર ટિપ્પણી કરી રહ્યા હતા
સોનાલી ફોગાટે કહ્યું હતું કે, તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની પ્રવૃત્તિ શેર કરે છે. ફરિયાદમાં સોનાલી ફોગાટે કહ્યું કે, લગભગ 10 દિવસથી કેટલાક લોકો ફેસબુક પર તેના પર અભદ્ર ટિપ્પણી કરી રહ્યા હતા. જેના કારણે તેના માન-સન્માનને ઠેસ પહોંચી હતી. આ ટિપ્પણીઓના કારણે તે અને તેનો પરિવાર માનસિક મુશ્કેલીમાં છે.
સોનાલી ફોગાટનો એક વીડિયો 2020માં વાયરલ થયો હતો
આ કેસમાં પોલીસે કલમ 509 અને 67 આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને અજાણ્યા સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સોનાલીના પીએ સુધીર સંગવાને જણાવ્યું હતું કે, અમે 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં કેટલાક રાજકીય લોકો પણ છે. ઉલ્લેખનિય છે કે, સોનાલી ફોગાટનો એક વીડિયો 2020માં વાયરલ થયો હતો. જેમાં તે માર્કેટ કમિટીના સેક્રેટરીને ચપ્પલ મારતા નજરે પડી હતી. આ મામલો લાંબા સમયથી મીડિયાની હેડલાઇન્સમાં હતો.
આ પણ વાંચોઃ સોનાલી ફોગાટનું વિવાદિત નિવેદન: ઘરણા કરીને લોકો સરકારનું કંઈ બગાડી નહીં શકે
સોનાલી ફોગાટે ફેસબુક પર દુષ્યંત ચૌટાલાનો વિરોધ કરતા લોકો પર સવાલ ઉઠાવ્યા હતા
બન્ને પક્ષ તરફથી પંચાયતો પણ યોજવામાં આવી હતી. વિવાદ બાદ માર્કેટ કમિટીના સેક્રેટરી સુલતાનસિંહની હિસારથી બદલી કરવામાં આવી હતી. હાલમાં આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. ગયા મહિને સોનાલી ફોગાટે ફેસબુક પર દુષ્યંત ચૌટાલાનો વિરોધ કરતા લોકો પર સવાલ ઉઠાવ્યા હતા. જેમાં તે કહી રહી હતી કે, તમે દુષ્યંતનું શું ઉખાડી લીધું. તે પોતાનો કાર્યક્રમ કરીને પાછા આવી ગયા છે. આ વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો.