ETV Bharat / bharat

સામાજિક કાર્યકર્તાનો અનોખો વિરોઘ, રસ્તા પર સુઈને ખાડા બુરવા અપીલ - સામાજિક કાર્યકર્તાનો અનોખો વિરોઘ

માત્ર ગુજરાતના રસ્તા ખરાબ છે એવું નથી. બીજા રાજ્યમાં પણ રસ્તાની સ્થિતિ કંઈ એટલી સારી નથી. આ વાતનો પુરાવો કર્ણાટકમાંથી સામે આવ્યો છે. જેમાં કમરતોડ અને ખખડી ગયેલા રસ્તાના ખાડાથી કંટાળીને એક વ્યક્તિએ જાહેર રસ્તા પર લોટાણી કરીને તંત્રની સામે વિરોધ વ્યક્ત કર્યો છે. આ સાથે એવી અપીલ પણ કરી છે કે, તંત્ર રસ્તાનું કામ ઝડપથી ઉકેલે. ઉડુપીના સામાજિક કાર્યકર નિત્યાનંદ વોલાકાડુએ મંગળવારે શહેરના ઈન્દ્રાલી પુલના ખાડાઓની આરતી કર્યા પછી રસ્તા પર આગવી રીતે વિરોધ કર્યો હતો.(performs ritual demanding repair of road)

સામાજિક કાર્યકર્તાનો અનોખો વિરોઘ, રસ્તા પર સુઈને ખાડા બુરવા અપીલ

author img

By

Published : Sep 15, 2022, 10:41 AM IST

મેંગલુરુ: ચોમાસા બાદ રસ્તાના મામલે દાવા કરતા નેતાઓ એકાએક મૌનવ્રત લઈને બેસી જાય છે. કારણ કે, રસ્તા મગરમચ્છની પીઠ સમાન બની જાય છે. માત્ર ગુજરાત રાજ્યની વાત નથી સમગ્ર દેશમાં ચોમાસું સીઝન બાદ આવા કેસ સામે આવે છે. આવો જ એક કિસ્સો કર્ણાટકના મહાનગર મેંગલુરુમાંથી સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ ભીના રસ્તા પર સૂઈ જઈ, લોટાણી કરીને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે.

  • #WATCH | Karnataka: A social worker named Nityananda Olakadu rolls on a stretch of a road as he protests in a unique manner against potholes on the roads in Udupi (14.09) pic.twitter.com/znCwZmPP1z

    — ANI (@ANI) September 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અનોખો વિરોધઃ વિરોધના એક નવતર સ્વરૂપમાં, ઉડુપીના સામાજિક કાર્યકર નિત્યાનંદ વોલાકાડુએ મંગળવારે શહેરના ઈન્દ્રાલી પુલના ખાડાઓની 'આરતી' કર્યા પછી રસ્તા પર 'ઉરુલુ સેવે' કરી હતી. 'ઉરુલુ સેવે' એ એક ધાર્મિક વિધિ છે.(performs ritual demanding repair of road) જેમાં સમાજના કલ્યાણ માટે મંદિરોની આસપાસ જમીન પર ફરવાનો સમાવેશ થાય છે.(Urulu Seve)

કોઈએ કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી- આ પ્રસંગે બોલતા, વોલાકાડુએ જણાવ્યું હતું કે ઉડુપી-મણિપાલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના રસ્તા માટે ત્રણ વર્ષ પહેલાં ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું, તેમ છતાં આ પટ હજુ પણ દયનીય સ્થિતિમાં છે. તેમણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે 'કોઈએ કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી. દરરોજ હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે. મુખ્યમંત્રી પણ આ ખેંચતાણમાંથી પસાર થયા છે. રસ્તાના સમારકામ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અહીં આવવું જોઈએ.'

રસ્તાની દયનીય હાલતની ચિંતા નથી-વોલાકાડુએ આગળ કહ્યું કે ઉડુપીના લોકો નિર્દોષ છે. રોડ પર સ્ટ્રીટ લાઇટ ન હોવાથી અહી દરરોજ અકસ્માતો થઇ રહ્યા છે.આ જ કારણસર અનેક ગાયો અને વાછરડાઓ મૃત્યુ પામ્યા છે. ગાય અને વાછરડાના નામે મત માંગનારાઓને રસ્તાની દયનીય હાલતની ચિંતા નથી, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે નારિયેળ ફોડીને અને રસ્તા પરના ખાડાઓ પર ‘આરતી’ કરીને પોતાનો વિરોધ શરૂ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.