- જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બરફવર્ષા
- અમરનાથ ગુફાની આસપાસ પણ બરફવર્ષા
- ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબના કપાટ બંધ કરવામાં આવ્યા
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા (Heavy snowfall in Jammu and Kashmir) થઈ છે. કુપવાડા જિલ્લાના કરનાહ, જેડ ગલી, ઝોજિલા પાસ (Zoji La) અને માછિલમાં બરફવર્ષાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ અમરનાથ ગુફા (Amarnath Cave)ની આસપાસ પણ ભારે બરફવર્ષાની તસવીરો સામે આવી રહી છે. આ પહેલા બરફવર્ષાના કારણે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ગઢવાલ હિમાલયી ક્ષેત્રમાં આવેલા જાણીતા ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબના કપાટ શિયાળા માટે રવિવારના બંધ કરી દેવામાં આવ્યા છે.
ભારે ઠંડી હોવા છતાં 1800 શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી
શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારા ટ્રસ્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે, સવારે 10 વાગ્યે સુખમણી સાહિબનું પઠન થયું, ત્યારબાદ કીર્તન અને અરદાસ બાદ જયકારાના અવાજો સાથે પંજ પ્યારોની આગેવાની તથા સૈનિકોની દેખરેખમાં ગુરુ ગ્રંથ સાહિબને બેંડ બાજાની સાથે સુખાસન સ્થાન પર લઈ જવામાં આવ્યા. કપાટ બંધ થવા સમયે ભારે ઠંડી છતાં ગુરુદ્વારામાં 1800 શ્રદ્ધાળુઓ હાજર હતા.
-
#WATCH | Jammu and Kashmir: Sadhna Top in Karnah, Kupwara receives first snowfall of this season pic.twitter.com/vXuAt715Mf
— ANI (@ANI) October 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Jammu and Kashmir: Sadhna Top in Karnah, Kupwara receives first snowfall of this season pic.twitter.com/vXuAt715Mf
— ANI (@ANI) October 11, 2021#WATCH | Jammu and Kashmir: Sadhna Top in Karnah, Kupwara receives first snowfall of this season pic.twitter.com/vXuAt715Mf
— ANI (@ANI) October 11, 2021
બરફવર્ષાના કારણે વાતાવરણ ખુશનુમા
જમ્મુ-કાશ્મીરમાં ઋતુની પહેલી બરફ વર્ષા થઈ જેનાથી પર્યટકોના ચહેરા ખીલી ગયા. હિમવર્ષા અમરનાથની ગુફા, ઝોજિલા પાસ અને સાધના ટોપ પર થઈ છે. બરફવર્ષાથી અહીંનું વાતાવરણ મજાનું થઈ ગયું છે. પહાડો પર બરફ પડવાથી તાપમાન પણ સામાન્યથી નીચે જતું રહ્યું હતું. આ સાથે જ હવે ઉત્તર ભારત સહિત દેશના અન્ય રાજ્યોમાં ઠંડી વધવાની આશા છે.
-
Amarnath Cave Temple in Anantnag, Jammu and Kashmir receives fresh snowfall
— ANI (@ANI) October 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Photo: Shri Amarnath Ji Shrine Board) pic.twitter.com/Y1G0gJOYlo
">Amarnath Cave Temple in Anantnag, Jammu and Kashmir receives fresh snowfall
— ANI (@ANI) October 11, 2021
(Photo: Shri Amarnath Ji Shrine Board) pic.twitter.com/Y1G0gJOYloAmarnath Cave Temple in Anantnag, Jammu and Kashmir receives fresh snowfall
— ANI (@ANI) October 11, 2021
(Photo: Shri Amarnath Ji Shrine Board) pic.twitter.com/Y1G0gJOYlo
બરફવર્ષા અને ઠંડીના કારણે કપાટ બંધ કરવામાં આવે છે
કોવિડ-19 મહામારીના કારણે ચારધામોની માફક શ્રી હેમકુંડ સાહિબની યાત્રા પણ આ વર્ષે નિયત સમયથી મોડેથી 18 સપ્ટેમ્બરના શરૂ થઈ. લગભગ 4,633 મીટરની ઊંચાઈ પર આવેલા હેમકુંડ સાહિબમાં આ વર્ષે માથું ટેકવા લગભગ 11,000 શ્રદ્ધાળુ પહોંચ્યા. ઠંડીમાં ભારે બરફવર્ષાના કારણે શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારાના કપાટ બંધ કરી દેવામાં આવે છે, જે આગામી વર્ષે મેમાં ફરીથી ખુલે છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: આંતકવાદીઓ સાથેની અથડામણમાં JCO સહિત સેનાના 5 જવાન શહીદ
આ પણ વાંચો: ખુશખબર: તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા ચારધામ, કોવિડ નિયમોનું કરવું પડશે પાલન