પિથોરાગઢ: નેપાળમાં ભારતથી પોતાના ઘરે પરત ફરી રહેલા મજૂરોના વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 6 નેપાળી મજૂરોના મોત થયા હતા. આ અકસ્માત નેપાળમાં પિથોરાગઢ જિલ્લાના ધારચુલા પાસે થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોએ વાહનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. મૃત્યુ પામેલા તમામ નેપાળી મજૂરો પિથૌરાગઢના ધારચુલામાં કામ કરવા માટે આવ્યા હતા.
શ્રમિકોની ગાડી ખાડામાં પડી: મળતી માહિતી મુજબ, તમામ લોકો ધારચુલામાં મજૂરી કામ કરતા હતા અને મંગળવારે મોડી સાંજે તમામ વાહનમાં સવાર થઈને વિશુપતિ પર્વની ઉજવણી કરવા માટે ભારતથી નેપાળમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. ધારચુલાથી ભારતીય સરહદ પાર કરીને નેપાળમાં પ્રવેશતા જ તેનું વાહન ઝુલાઘાટના બઝાંગ પાસે ખાડામાં પડી ગયું હતું. આ અકસ્માત મંગળવારે મોડી રાત્રે 11.30 વાગ્યાની આસપાસ થયો હતો. આ દરમિયાન પાંચ મજૂરોએ વાહનમાંથી છલાંગ લગાવી હતી, પરંતુ છ મજૂરો વાહન સાથે ઊંડી ખાઈમાં પડી ગયા હતા.
આ પણ વાંચો Sacking Of Group Captain: Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થતા ગ્રૂપ કેપ્ટનને બરતરફ કરવાની કરાઈ ભલામણ
છ લોકોના મોત: બુધવારે સવારે લોકોને દુર્ઘટનાની માહિતી મળી, ત્યારબાદ તેઓએ નેપાળી પોલીસને આ અંગે જાણ કરી. પોલીસે બધાને ખાઈમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં મોકલ્યા, પરંતુ ડોક્ટરોએ તમામ છ લોકોને મૃત જાહેર કર્યા. હાલ સમગ્ર મામલે પિથોરાગઢ પોલીસનું કહેવું છે કે મામલો નેપાળનો છે. તમામ મૃતકો નેપાળના કેદારસ્યુ ગામ નગરપાલિકા વિસ્તારના છે.
આ પણ વાંચો Punjab Firing: ભટિંડાના મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ, 4ના મોત, ક્વિક રિએક્શન ટીમનું ઓપરેશન ચાલુ
મૃત્યુ પામેલા નેપાળના વતની: મૃત્યુ પામેલા લોકોમાં 60 વર્ષીય મણિ બોરા, 42 વર્ષીય નરે બોહરા, 35 વર્ષીય ગોરખ બોરા, 45 વર્ષીય માન બહાદુર ધામી, 45 વર્ષીય બિરખ ધામી અને 45 વર્ષીય- જૂના બુરે ધામીને માર્યા ગયા. જ્યારે ચાલકનો પત્તો લાગ્યો ન હતો. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ લોકો ભારતમાં મજૂર તરીકે કામ કરતા હતા અને વિશુપતિના તહેવારની ઉજવણી કરવા નેપાળમાં તેમના ઘરે જઈ રહ્યા હતા.