- રામ જન્મભૂમિ સંકુલમાં બનશે 6 દેવતાઓના મંદિર
- સૂર્ય, ગણેશ, શિવ, દુર્ગા, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત હશે આ 6 મંદિર
- રામ મંદિરના પાયાનું નિર્માણ અત્યારે પૂરજોશમાં
અયોધ્યા: અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં 6 દેવતાઓના મંદિર હશે, જેમાં સૂર્ય દેવતા સહિત ગણેશ, શિવ, દુર્ગા, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત મંદિર હશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ કહ્યું કે, દેવતાઓના આ 6 મંદિર રામ મંદિરની બહારની જગ્યા સાથે સાથે સંકુલની અંદર બનાવવામાં આવશે. ભગવાન રામની પૂજાની સાથે સાથે આ દેવતાઓની પૂજા હિંદુ ધર્મમાં પણ ઘણી મહત્વપૂર્ણ છે.
નવેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી પૂર્ણ થઈ શકે છે પાયાનું કામ
તેમણે કહ્યું કે, રામ મંદિરના પાયાનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે અને ઑક્ટોબરના અંત અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી આ પૂર્ણ થાય તેવી અપેક્ષા છે. રામ મંદિરના સુપર સ્ટ્રક્ચરના બેઝ (પ્લિંથ)નું નિર્માણ ઑક્ટોબરના અંતથી અથવા નવેમ્બરના પહેલાં અઠવાડિયાથી પાયો ભર્યા બાદ શરૂ થશે. મંદિર પરિસરમાં 4 અલગ-અલગ સ્થાનો પર મંદિરની સરંચનામાં પથ્થરોની ઑનસાઇટ સેટિંગ માટે 4 ટાવર ક્રેન લગાવવામાં આવશે.
4 વધારાના લેયર બનાવવામાં આવી રહ્યા છે
મિશ્રાએ કહ્યું કે, 120000 વર્ગ ફૂટ અને 50 ફૂટ ઊંડા ખોદવામાં આવેલા પાયાના ક્ષેત્રને ઑક્ટોબર અંત સુધી પૂર્ણ કરી લેવામાં આવશે તેવી આશા છે. તેમણે કહ્યું કે, મંદિર ટ્રસ્ટે પાયાને દરિયાઈ સપાટીથી 107 મીટર ઉપર લાવવા માટે પાયાની જગ્યા પર 4 વધારાના લેયર બનાવવાનું નક્કી કર્યું. પહેલાં જે ફાઉન્ડેશનમાં એન્જિનિયર ફિલ મટેરિયલના 44 લેયરનો ઉપયોગ થતો હતો તેને વધારીને 48 લેયર કરી દેવામાં આવ્યો છે.
સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે
પાયો ભરવાનું પૂર્ણ થયા બાદ 7 ફૂટના તરાપાનું કાસ્ટિંગ ફરીથી કરવામાં આવશે. આ કાસ્ટિંગ કોંક્રિટમાંથી કરવામાં આવશે જેમાં સિમેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી સિમેન્ટનો ઉપયોગ એન્જિનિયર્ડ ફિલ્ડ સામગ્રીમાંમાં નહોતો કરવામાં આવી રહ્યો, પરંતુ પથ્થરની ધૂળ અને ફ્લાઈ એશનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
વધુ વાંચો: VHP નેતાએ જણાવ્યું,'ગર્ભગૃહ'માં ક્યાં સુધી બિરાજમાન થશે રામ લલ્લા
વધુ વાંચો: સંતોની માગ પર રામમંદિરના મોડેલમાં કરવામાં આવ્યો ફેરફાર