ETV Bharat / bharat

અફઘાનિસ્તાનની સ્થિતિ ભારત માટે સારો સંકેત નથી: કેપ્ટન અમરિંદર સિંહ - Captain Amarinder Singh

તાલિબાનના પ્રવેશ વચ્ચે ભારત અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી તેના સેંકડો અધિકારીઓ અને નાગરિકોને હટાવી રહ્યું છે. તે દરમિયાન, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ રવિવારે દેશ છોડી દીધો હતો. તે પાકિસ્તાન ચાલ્યા ગયા છે.

અફઘાનિસ્તાનની સ્થિતિ ભારત માટે સારો સંકેત નથી: કેપ્ટન અમરિંદર સિંહ

author img

By

Published : Aug 16, 2021, 10:00 AM IST

Updated : Aug 16, 2021, 10:20 AM IST

  • અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો ભારત માટે સારો સંકેત નથી
  • અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ રવિવારે દેશ છોડ્યો
  • તાલિબાને દેશના મહત્ત્વના શહેરો અને પ્રાંતીય રાજધાનીઓને કબજે કર્યા

ચંદીગ: પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે દેશની તમામ સરહદો પર વધારાની તકેદારી રાખવા પર ભાર મૂકતા કહ્યું કે, અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો ભારત માટે સારો સંકેત નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ટ્વિટ કરીને કહ્યું કે, તાલિબાનના હાથમાં અફઘાનિસ્તાનનો કબજો આપણા દેશ માટે સારો સંકેત નથી. આ ભારત સામે ચીન-પાકિસ્તાન જોડાણને મજબૂત બનાવશે (ચીન પહેલેથી જ ઉઇગુરો અંગે લશ્કરની મદદ માગી ચૂક્યું છે). હવે આપણે આપણી મર્યાદાઓ પર વધારે સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યું, કાબુલમાં અમેરિકન દૂતાવાસમાં પહોંચ્યા હેલિકોપ્ટર

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ દેશ છોડી

તાલિબાનના પ્રવેશ વચ્ચે ભારત અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી તેના સેંકડો અધિકારીઓ અને નાગરિકોને હટાવી રહ્યું છે. તે દરમિયાન, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ રવિવારે દેશ છોડી દીધો હતો. અફઘાનિસ્તાનના તુલુ ન્યુઝના અહેવાલમાં જણાવાયું છે કે, જ્યારે તાલિબાને દેશના મહત્ત્વના શહેરો અને પ્રાંતીય રાજધાનીઓને કબજે કર્યા બાદ તાલિબાનો કાબુલમાં પ્રવેશ્યા ત્યારે ગની અને તેના નજીકના સાથીઓએ દેશ છોડી દીધો હતો.

આ પણ વાંચો: તાલિબાનોએ હવે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો

તાલિબાન લડવૈયાઓએ કાબુલમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો છે. ફૂટેજમાં, રાજધાની કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનની અંદર તાલિબાન લડવૈયાઓનું મોટું જૂથ જોવા મળે છે. તાલિબાન રાષ્ટ્રપતિ ભવનથી અફઘાનિસ્તાન પર પોતાના કબજાની જાહેરાત કરે અને દેશનું નામ 'ઇસ્લામિક અમીરાત અફઘાનિસ્તાન ' રાખશે. 20 વર્ષના લાંબા યુદ્ધ બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછા ખેંચી લેવાના થોડા દિવસોમાં જ લગભગ આખો દેશ તાલિબાનના કબજામાં આવી ગયો છે.

Last Updated : Aug 16, 2021, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.