ETV Bharat / bharat

Presidential Election 2022 : મુર્મુ માત્ર 'નામથી જ રાષ્ટ્રપતિ' ન રહે : યશવંત સિંહા - રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યશવંત સિંહા(Presidential candidate Yashwant Sinha) ઘણા રાજ્યોની મુલાકાતે લઇ રહ્યા છે. આ અંતર્ગત તેઓ આજે કર્ણાટકમાં છે. તેમણે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને લઇને એક મહત્વની વાત કહી હતી.

Presidential Election 2022
Presidential Election 2022
author img

By

Published : Jul 3, 2022, 7:51 PM IST

બેંગલુરુ : રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ(Presidential candidate Yashwant Sinha) રવિવારે તેમના પ્રતિસ્પર્ધી અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને(Presidential candidate Draupadi Murmu) એવું વચન આપવા વિનંતી કરી હતી. જો તે રાષ્ટ્રપતિ બને છે, તો તે 'નામ માત્રના જ રાષ્ટ્રપતિ' નહિ રહે. સિન્હાએ ન્યાયતંત્ર પર લગાવવામાં આવી રહેલા આરોપો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો - Presidential Election 2022 : યશવંત સિન્હાએ રાષ્ટ્રપતિ પદ માટે ભર્યું નામાંકન, આ લોકો રહ્યા હાજર

મુર્મ પાસે માગ્યું વચન - સિંહાએ જણાવ્યું કે, હું પ્રેસની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતા અને અન્ય અધિકારો અને સ્વતંત્રતાઓનું રક્ષણ કરીશ. જે તે નાગરિકોને તેમના ધર્મ અથવા વિચારધારાને ધ્યાનમાં લીધા વિના પ્રદાન કરે છે. તેઓ રાજદ્રોહના કાયદાને રદ્દ કરવા માટે કામ કરશે. ભાજપના પૂર્વ કાર્યકર્તા નુપુર શર્મા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના કેટલાક અવલોકનો બાદ ન્યાયતંત્ર પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તેમણે આ આરોપોને ભારતની લોકશાહીમાં અણધારી અને અત્યંત નિરાશાજનક ઘટના ગણાવી હતી. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કેન્દ્ર સરકાર પર રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને આવકવેરા વિભાગ જેવી એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ પણ મૂક્યો હતો.

આ પણ વાંચો - Presidential Election 2022 : દ્રૌપદી મુર્મુએ નામાંકન પત્ર ભર્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.