- મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનો પત્ર સામે આવ્યા બાદ રાજકીય વાવાઝોડાના સંકેત
- મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયાસ કરે છે, તો હું તેમને ચેતવણી આપી રહ્યો છું: સંજય રાઉત
- જો દરેક લોકો રાજીનામા સાથે બેસે તો સરકાર ચલાવવી મુશ્કેલ બનશે
મુંબઇ: મહારાષ્ટ્રમાં મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનો પત્ર સામે આવ્યા બાદ રાજકીય વાવાઝોડાના સંકેત મળી રહ્યા છે. આ દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, જો કોઈપણ કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ કરીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયાસ કરે છે, તો હું તેમને ચેતવણી આપી રહ્યો છું - તમે તે આગમાં ખુદ બળી જશો.
આ પણ વાંચો: કરણી સેના દ્વારા સુરતમાં સંજય રાઉત વિરુદ્ધ દેખાવો
અનિલ દેશમુખ ઉપરના આરોપોમાં તથ્યો નથી અને તેમની તપાસ થવી જોઈએ
રાઉતે કહ્યું કે, "જો રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે નિર્ણય કર્યો છે કે, અનિલ દેશમુખ ઉપરના આરોપોમાં તથ્યો નથી અને તેમની તપાસ થવી જોઈએ, તો આમાં ખોટું શું છે? તમામ નેતાઓ સામે આરોપો લગાવાયા છે. જો દરેક લોકો રાજીનામા સાથે બેસે તો સરકાર ચલાવવી મુશ્કેલ બનશે."
આ પણ વાંચો: સંજય રાઉત બન્યા શિવસેનાના મુખ્ય પ્રવક્તા