ETV Bharat / bharat

મૂસેવાલાના ગામમાં પહોંચ્યો AAP ધારાસભ્યનો વિરોધ, માન સરકાર સામે કર્યા સૂત્રોચ્ચાર - મુખ્યપ્રધાનનો વિરોધ કરશે

સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ (Sidhu Musewala Murder Case) બાદ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની પ્રક્રિયા ચાલુ છે. શુક્રવારે મુસેવાલાના પરિવારને મળવા આવેલા AAP ધારાસભ્યને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમની સામે AAP સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

મૂસેવાલાના ગામમાં પહોંચ્યો AAP ધારાસભ્યનો વિરોધ, માન સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

author img

By

Published : Jun 3, 2022, 11:49 AM IST

ચંદીગઢઃ ​​પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા (Sidhu Musewala Murder Case) બાદ તેના પરિવારજનોને મળીને શોક વ્યક્ત કરવાની પ્રક્રિયા ચાલુ છે. સામાન્ય લોકોની સાથે રાજનેતાઓ પણ સિદ્ધુ મુસેવાલાના ઘરે શોક વ્યક્ત કરવા સતત પહોંચી રહ્યા છે. મુખ્યપ્રધાન ભગવંત માન પણ શોક વ્યક્ત કરવા જવાના છે. માનની મુલાકાત પહેલા પહોંચેલા AAP ધારાસભ્ય ગુરપ્રીત સિંહને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમની સામે પંજાબ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમિત શાહ આજે કાશ્મીરની સ્થિતિની કરશે સમીક્ષા

ધારાસભ્ય ગુરપ્રીત સિંહ શુક્રવારે સિદ્ધુ મુસેવાલાના ઘરે પહોંચ્યા : સાર્દુલગઢના ધારાસભ્ય ગુરપ્રીત સિંહ શુક્રવારે સિદ્ધુ મુસેવાલાના ઘરે પહોંચ્યા હતા. તેમના આગમન પર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને પંજાબ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન ધારાસભ્યએ હાથ જોડીને લોકોની માફી પણ માંગી હતી, પરંતુ લોકોએ તેમને ઘરની અંદર જવા દીધા ન હતા. લોકોનો આરોપ છે કે મુખ્યપ્રધાનના આગમન પહેલા આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. લોકોને અંદર જવા દેવામાં આવતા નથી. તેમણે કહ્યું કે અમે કોઈ નેતાને અહીં આવવા દઈશું નહીં.

આ પણ વાંચો: લખનઉમાં આજે 'ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની', PM મોદી કરશે ઉદ્ઘાટન

મુખ્યપ્રધાનનો પણ વિરોધ કરશે : આ પ્રસંગે લોકોએ કહ્યું કે, તેઓ પણ મુખ્યપ્રધાનનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે દરેક અહીં રાજનીતિ ચમકાવવા આવે છે. તેમણે કહ્યું કે 'પહેલા પણ અહીં રાજકીય લોકો આવતા હતા અને અમે સૌનું સ્વાગત કર્યું હતું, પરંતુ આજે મુખ્યમંત્રીના આગમન પહેલા આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. અમારા સંબંધીઓને આવવા દેવામાં આવતા નથી. જેના કારણે અમારામાં ગુસ્સો છે. અમે અહીં કોઈ નેતાને પ્રવેશવા નહીં દઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.