નવી દિલ્હી : સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં (Sidhu Moose Wala Murder Case) પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે ગોળીબાર કરનારા 3 શૂટરોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગુજરાતના મુન્દ્રામાંથી ત્રણેયની ધરપકડ કરી છે. આ શૂટર્સ પાસેથી એકે 47 જેવી રાઈફલ, પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે.
મુન્દ્રામાં કામ કરી ચૂક્યો છે કેશવ : મુન્દ્રા પોલીસ સ્ટેશનના PI હાર્દિક ત્રીવેદીએ જણાવ્યું હતું કે, કેશવ કુમાર નામનો શૂટર્સ અગાઉ દોઢ-બે વર્ષ પૂર્વે મુન્દ્રામાં આવી મજૂરીકામ કરી ચૂક્યો હોવાથી તે તેના અન્ય બે સાગરિતોને પણ અહીં લઈ આવ્યો હતો. મુન્દ્રાના બારોઈમાં ખારીમીઠી રોડ પાસે હજૂ અઠવાડિયા પહેલાં ભાડે રહેવા આવેલા અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત એવા કશિશ ઉર્ફે કુલદીપ, અશોક ઉર્ફે ઈલિયાસ ઉર્ફે ફૌઝી અને કેશવકુમાર નામના શખ્સને દબોચી લીધા હતા. જેમાંના બે હરિયાણાના તથા એક પંજાબનો હોવાનું સામે આવ્યું (Moose Wala Murder Main Shooters) છે.
-
Three persons including two main shooters arrested by Delhi Police Special Cell in the Sidhu Moose Wala murder case pic.twitter.com/G41p5eJANU
— ANI (@ANI) June 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Three persons including two main shooters arrested by Delhi Police Special Cell in the Sidhu Moose Wala murder case pic.twitter.com/G41p5eJANU
— ANI (@ANI) June 20, 2022Three persons including two main shooters arrested by Delhi Police Special Cell in the Sidhu Moose Wala murder case pic.twitter.com/G41p5eJANU
— ANI (@ANI) June 20, 2022
આ પણ વાંચો : મુસાવાલાની હત્યા કરી શાર્પ શૂટરો આવી રીતે પહોચ્યા ગુજરાત
ગુજરાત પહેલા ઉત્તરપ્રદેશમાં દેખાયા : ધરપકડ કરાયેલા શૂટરોમાંથી એકનું નામ પ્રિયવ્રત ફૌજી છે અને તે હરિયાણાનો ગેંગસ્ટર (Haryana based gangster) છે. આ ગેંગસ્ટર ગુજરાત આવ્યા પહેલા ફતેહાબાદ પેટ્રોલ પંપના CCTVમાં નજરે આવ્યો હતો. 26 વર્ષીય પ્રિયવ્રત ફૌજી હરિયાણાના સોનેપત જિલ્લાના ગઢી સિસાનાનો રહેવાસી છે. ધરપકડ કરાયેલા બીજા શૂટરનું નામ કશિશ કુલદીપ છે. 24 વર્ષીય કુલદીપ હરિયાણાના ઝજ્જર જિલ્લાના સજન પના ગામના વોર્ડ નંબર 11નો રહેવાસી છે. આ પણ ઘટના પહેલા ફતેહગઢ પેટ્રોલ પંપના CCTV ફૂટેજમાં જોવા મળ્યો હતો. તે 2021માં હરિયાણાના ઝજ્જરમાં થયેલી હત્યામાં પણ સામેલ છે. આ ઉપરાંત, સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા ત્રીજા શૂટરનું નામ કેશવ કુમાર છે. 29 વર્ષીય કેશવ પંજાબના ભટિંડા જિલ્લાના આવા બસ્તીનો રહેવાસી છે.
પોલીસને મુન્દ્રામાં હોવાની બાતમી : ઉલ્લેખનીય છે કે, આ ઝડપાયેલા આરોપીઓની સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવણી ખુલતાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ (Delhi Police Special Cell) દ્વારા આ ગેંગના નાસતા ફરતા સાગરીતોને ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી. આરોપીઓ કચ્છના મુન્દ્રામાં હોવાની બાતમીના આધારે દિલ્હી પોલીસના એક PI, બે PSI તથા કોન્સ્ટેબલ સાથે એક ખાસ ટીમ મુન્દ્રા આવી હતી અને ઓપરેશન પાર પાડી ચાલી ગઈ હતી.
આ પણ વાંચો : મુસેવાલા મર્ડરકેસ:પોલીસનો સંતોષ જાધવ અંગે ચોંકાવનારો ખુલાસો,સારા પરિવારના યુવાનો...
પોલીસે 6 શૂટરોની કરી ઓળખ : ધરપકડ બાદ દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોલીસે જણાવ્યું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ આ મામલે કામ કરી રહી હતી. અમે 6 શૂટરોની ઓળખ કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, હત્યામાં 2 મોડ્યુલ સક્રિય હતા. બન્ને ગોલ્ડી બરાડના સંપર્કમાં હતા. બોલેરો કારમાં એક મોડ્યુના 4 લોકો સવાર હતા. આ કાર કશિશ ચલાવતો હતો, જેની ધરપકડ કરવામાં આવી છે. પ્રિયવ્રત આ મોડ્યુલનો હેડ હોવાથી લીડ કરી રહ્યો હતો. તેમાં અંકિત સિરસા બેઠો હતો. બીજું મોડ્યુલ કોરોલા ગાડીમાં હતું. કેશવ આ કાર ચલાવતો હતો. તેમાં જગદીપ રૂપા અને મનપ્રીત બેઠા હતા. કોરોલા કાર સિદ્ધુની કારને ઓવરટેક કરી ગઈ હતી અને મનપ્રીત મન્નુએ એકે-47 વડે ફાયરિંગ કર્યું હતું.
ગુજરાત પોલીસ દ્વારા લોકોને અપીલ : આ સમગ્ર ઓપરેશન ચૂપચાપ પાર પાડવાનું હોવાથી સ્થાનિક પોલીસને જાણ કરાઈ ન હતી. કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર પર આવેલો છે. આ ઉપરાંત, અંતરિયાળ વિસ્તારમાં હોવાથી દેશના અનેક ખૂંખાર ગુનેગારો છુપાવા માટે આવા વિસ્તારની ખાસ પસંદગી ઉતારતા હોય છે. આથી પોલીસે પણ લોકોને વિનંતી કરી છે કે, કચ્છના સ્થાનિકો સતર્ક રહે તે અત્યંત જરૂરી છે. પરપ્રાંતીય કે અન્ય કોઈને પણ મકાન ભાડે આપવા પૂર્વે તેમજ મજૂરી કે અન્ય કામ પર રાખવા પહેલાં તેઓની ઓળખના આધારો સાથેની વિગતો નજીકના પોલીસ મથકે આપવી અત્યંત જરૂરી હોવાથી લોકોના સહકાર માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : બોલિવૂડ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર
સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ થઈ હતી હત્યા : 29 મે એ કાળો દિવસ સાબિત થયો, જ્યારે પંજાબી સંગીત ઉદ્યોગે એક આશાસ્પદ પ્રતિભા ગુમાવી હતી. એક માતાએ તેના 28 વર્ષના યુવાન પુત્રને અલવિદા કહ્યું હતું. સિદ્ધુ મુસેવાલાના નિધનથી તેમના નજીકના મિત્રો અને ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. સિંગર પર હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડે લીધી છે. સિદ્ધુ મુસેવાલાની હત્યાનું પ્લાનિંગ ઘણા સમય પહેલા કરવામાં આવ્યું હતું. જે 29મી મેના રોજ પાર પાડવામાં આવ્યું હતું. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા.