અનંતનાગઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ, પુલવામાં અને શૌપિયા જિલ્લાઓમાં આતંકવાદીઓના અનેક સ્થળો પર રેડ કરવામાં આવી છે. એક બેન્ક સુરક્ષા ગાર્ડની હત્યાની તપાસમાં આ રેડ કરવામાં આવી છે. બુધવારે વહેલી સવારે SIA આતંકવાદીઓ સાથે સંકળાયેલા સ્થળો પર ત્રાટકી હતી. SIA દ્વારા આ વિષયમાં વધુ જાણકારી પૂરી પાડી નથી.
SIAનો સપાટોઃ આતંકવાદીઓને શોધવાની કાર્યવાહી ઝડપ બનાવવા માટે SIA દ્વારા આ રેડ કરવામાં આવી છે. અનંતનાગ જિલ્લાના બિજબેહરા તેમજ હસનપોરા વિસ્તારોમાં રેડ કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં બેન્કના સુરક્ષા ગાર્ડની હત્યા કરવામાં આવી હતી. SIA આ હત્યાની તપાસ પૂરજોશમાં કરી રહી છે. રેડ દરમિયાન કઈ કઈ ચીજવસ્તુઓ કબ્જે લેવામાં આવી તેની કોઈ માહિતી જાહેર કરાઈ નથી. SIA દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદ જડમૂળથી દૂર કરવા માટે અનેક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં આજની રેડ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અર્ધ લશ્કરી દળોની મદદ લીધીઃ જે સ્થળો પર SIA દ્વારા રેડ કરવામાં આવી છે. આ સ્થળો આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાની માહિતી SIAને મળી હતી. આ જાણકારી અનુસાર આતંકવાદી સ્થળોની યાદી બનાવાઈ હતી. SIA આ રેડ કરવામાં અર્ધ લશ્કરી દળોની સહાય લીધી હતી. રેડ દરમિયાન અર્ધ લશ્કરી દળોના વાહનોની હાજરી નોંધાઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને જડમૂળથી દૂર કરવા માટે સરકારે કમર કસી છે. NIA દ્વારા પણ આજે પંજાબ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં રેડ પાડવામાં આવી છે.