ETV Bharat / bharat

પંજાબમાં નિહંગોના ગોળીબારમાં પોલીસકર્મીનું મોત, અન્ય બે ઘાયલ - Shootout at Punjab gurdwara

ગુરુવારે વહેલી સવારે કપૂરથલાના સુલતાનપુર લોધીમાં નિહંગ શીખો સાથેની અથડામણમાં પંજાબ પોલીસના એક કોન્સ્ટેબલનું મોત થયું હતું અને પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મૃતક કોન્સ્ટેબલની ઓળખ જસપાલ સિંહ તરીકે થઈ છે, જે સુલતાનપુર લોધી પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 10:25 AM IST

ચંદીગઢ: પંજાબના કપૂરથલા જિલ્લામાં 'નિહંગો'ના જૂથે કરેલા ગોળીબારમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ફોન પર જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસકર્મીઓ તેમની સામે નોંધાયેલા કેસમાં કેટલાક નિહંગો (પરંપરાગત હથિયારોથી સજ્જ શીખ)ની ધરપકડ કરવા સુલતાનપુર લોધી ગયા હતા.

  • #WATCH | Sultanpur Lodhi, Punjab: Injured police personnel reach hospital after a clash erupted between Nihang Singhs and Police officials at a Gurudwara Akal Bunga in Kapurthala. pic.twitter.com/pZhjUP2yyE

    — ANI (@ANI) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કપૂરથલાના પોલીસ અધિક્ષક તેજબીર સિંહ હુંદલે પીટીઆઈને જણાવ્યું કે જ્યારે નિહંગોએ તેમના પર ગોળીબાર કર્યો ત્યારે પોલીસકર્મીઓ રસ્તા પર ઉભા હતા. અધિકારીએ જણાવ્યું કે એક કોન્સ્ટેબલનું મોત થયું છે, જ્યારે અન્ય બે જવાન ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

નિહંગ અથવા નિહંગ સિંઘો, જે મૂળ રીતે અકાલી અથવા અકાલી નિહંગ તરીકે ઓળખાય છે, તેઓને ગુરુના શૂરવીર અથવા ગુરુના પ્રિય તરીકે જોવામાં આવતા હતા. તેમનું મૂળ 10મા શીખ ગુરુ ગોવિંદ સિંહ દ્વારા 'ખાલસા પંથ'ની સ્થાપના સાથે જોડાયેલું છે. તેઓ હંમેશા સશસ્ત્ર હોય છે અને સામાન્ય રીતે તલવારો, ખંજર, ભાલા, રાઈફલ્સ, બંદૂકો અને પિસ્તોલ જેવા હથિયારોથી સજ્જ હોય ​​છે.

  1. ઉત્તરકાશી ટનલ રેસક્યૂ: ગમે ત્યારે ટનલમાંથી બહાર આવી શકે છે શ્રમિકો, એરલીફ્ટ માટે ટનલ બહાર સેનાનું ચિનૂક હેલીકોપ્ટર તૈનાત
  2. વડા પ્રધાન મોદી આજે મથુરાના પ્રવાસે જશે, બ્રજ રજ ઉત્સવમાં ભાગ લેશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.