ETV Bharat / bharat

ADMનો વીડિયો વાયરલ, કહ્યું- "લોકશાહી દેશની સૌથી મોટી ભૂલ, ભ્રષ્ટ નેતાઓ પેદા કર્યા છે" - Shivpuri Election Officer MP

મધ્યપ્રદેશમાં બુધાવારે સ્થાનિક ચૂંટણીઓના (Local Body Election Madhya Pradesh) છેલ્લા તબક્કા માટે મતદાન થયું હતું. આ દરમિયાન ચૂંટણીના એક દિવસ પહેલા શિવપુરીના ADMનો (Shivpuri ADM Viral Video) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, હું મતદાનને અને લોકતંત્રને દેશની સૌથી મોટી ભૂલ માનું છું. ETV ભારત આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

ADMનો વીડિયો વાયરલ, કહ્યું લોકશાહી દેશની સૌથી મોટી ભૂલ ભ્રષ્ટ નેતાઓ પેદા કર્યા છે

author img

By

Published : Jul 13, 2022, 6:53 PM IST

શિવપુરઃ મધ્યપ્રદેશના ADMનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video Shivpur MP) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અધિક કલેકટર લોકશાહીની વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિન્હ (Shivpur ADC Prakash Shukla) ઉભા કરતા જોવા મળે છે. તેમણે આ વીડિયોમાં કહ્યું હતું કે, વોટ આપવાથી જ ભ્રષ્ટ (Corrupted Leaders due to Vote) નેતાઓ જન્મે છે.

આ પણ વાંચોઃ શિક્ષિકાએ હોમવર્ક ન કરવા બદલ વિદ્યાથીને માર મારવાનો વીડિયો થયો વાયરલ

શું છે વીડિયોમાંઃ વાયરલ વીડિયોમાં શિવપુરીના ADM અને નાયબ જિલ્લા ચૂંટણી (Shivpuri Election Officer MP) અધિકારી ઉમેશ પ્રકાશ શુક્લા કહે છે કે લોકશાહી (Democracy is Big Mistake) દેશની સૌથી મોટી ભૂલ છે. આ વીડિયો ચૂંટણીના એક દિવસ પહેલાનો જણાવવામાં આવી રહ્યો છે. જોકે, ETV ભારત આ વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

શાંત પાડવા પ્રયાસઃ શિવપુરીના કલેક્ટર અક્ષય કુમાર સિંઘ વધુમાં વધુ મતદાન કરાવવાના પ્રયાસમાં વ્યસ્ત હતા, તો બીજી તરફ તેમના એડીએમ સાહેબ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મતદાન પ્રક્રિયાને ખોટી ઠેરવવાનો ઈરાદો ધરાવતા હતા. જિલ્લામાં પોસ્ટ કરવામાં આવેલ ADM ઉમેશ પ્રકાશ શુક્લાનો આ વાયરલ વીડિયો મંગળવારનો છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન પ્રક્રિયામાં ક્ષતિઓ અંગે ફરિયાદ કરવા આવેલા લોકોને માત્ર મત આપવાથી ભ્રષ્ટ નેતાઓનો જન્મ થયો હોવાનું કહીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ દેવઘરમાં 14 નવા રુટની હવાઇ સેવા થશે શરુ, જાણો કયારથી ભરશે ઉડાણ

બફાટ કર્યોઃ સોમવારે ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારીઓને ઈલેક્ટોરલ ડ્યુટી બેલેટ (EDV) દ્વારા મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. તાલુકા કચેરીમાં બેલેટ પેપર સમાપ્ત થવાના કારણે અનેક કર્મચારીઓ મતદાનથી વંચિત રહી ગયા હતા. આ અંગે ફરિયાદ લઈને એક ઉમેદવાર અને કેટલાક કર્મચારીઓ ADM ઉમેશ પ્રકાશ શુક્લાને મળવા ગયા હતા. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિએ કહ્યું કે લીસ્ટમાં નામ વધી ગયું હોત તો સારું થાત. આ બાબતે અધિક કલેક્ટર શુક્લાએ જણાવ્યું હતું કે, "મતદાર યાદીમાં તમારું નામ ન ઉમેરવાથી તમારું શું નુકસાન થયું છે? તમે આજ સુધી મતદાન કરીને શું કર્યું છે? તમે કેટલા ભ્રષ્ટ નેતાઓ પેદા કર્યા છે? હું મતદાનને અને લોકતંત્રને દેશની સૌથી મોટી ભૂલ માનું છું.

કેમેરો બંધ કરવાની વાતઃ આ સમગ્ર ઘટના દરમિયાન તેણે તે વ્યક્તિને તેનો વીડિયો બનાવતા જોયો હતો. આના પર તેણે કેમેરા બંધ કરવાની વાત કરીને આ બધું કર્યું. જો કે, વ્યક્તિએ રેકોર્ડિંગ બંધ કર્યું ન હતું. સમગ્ર વીડિયોમાં ADM લોકશાહી અને મતદાનનો પાઠ ભણાવતા જોવા મળ્યા હતા. હવે વ્યક્તિ દ્વારા બનાવેલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સંદર્ભે, જ્યારે Etv ભારત મધ્ય પ્રદેશના સંવાદદાતાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ પ્રકાશ શુક્લાના મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો અને વીડિયોની સત્યતા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તેઓ મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.