ETV Bharat / bharat

PM SHEIKH HASINA : બાંગ્લાદેશના શેખ હસીનાએ પાંચમી વખત વડાપ્રધાન તરીકે લીધા શપથ

શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને 76 વર્ષીય હસીનાને પાંચમી વખત પીએમ પદના શપથ લેવડાવ્યા હતા. તેમના સિવાય અન્ય ઘણા મંત્રીઓએ શપથ લીધા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By PTI

Published : Jan 11, 2024, 9:48 PM IST

ઢાકા : શેખ હસીનાએ ગુરુવારે બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે પાંચમી વખત શપથ લીધા છે. મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા ચૂંટણીના બહિષ્કાર વચ્ચે 7 જાન્યુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં અવામી લીગને ભારે બહુમતી મળ્યા બાદ તેમણે શપથ લીધા હતા.

  • Sheikh Hasina has been sworn-in as the Prime Minister of Bangladesh for the fourth consecutive term – the fifth overall - after she led Awami League party to a massive victory 7 January's parliamentary election.
    President Mohammed Shahabuddin conducted the oath of office and… pic.twitter.com/MMs6bHw5wp

    — Awami League (@albd1971) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

300માંથી 223 બેઠકોમાં જીત મેળવી : રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને રાજકારણીઓ, વિદેશી રાજદ્વારીઓ, નાગરિક સમાજના હસ્તીઓ અને વરિષ્ઠ સૈન્ય અને વહીવટી અધિકારીઓની હાજરીમાં 76 વર્ષીય હસીનાને પદના શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાને શપથ લીધા બાદ રાષ્ટ્રપતિએ નવા મંત્રીમંડળના સભ્યોને શપથ લેવડાવ્યા હતા. હસીનાની પાર્ટીએ 300 સભ્યોની સંસદમાં 223 બેઠકો જીતી છે.

ચૂંટણીનો બહિષ્કાર કરાયો હતો : ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટી BNP એ બિન-રાજકીય રખેવાળ સરકાર બનાવવાની માંગને ફગાવી દેવાયા બાદ 7 જાન્યુઆરીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. શેખ હસીનાએ પોતાની કેબિનેટમાં 25 મંત્રીઓ અને 11 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કર્યો છે. કેબિનેટ વિભાગના એક અધિકારીએ કહ્યું, 'અમને હજુ સુધી (નવા) મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓના પોર્ટફોલિયો મળ્યા નથી, પરંતુ ગુરુવારે જ તેની જાહેરાત થવાની અપેક્ષા છે.

નવિ કેબિનેટ માંથી હટાવાયા હતા : હસીનાએ વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેન, નાણા મંત્રી એએચએમ મુસ્તફા કમાલ, આયોજન મંત્રી અબ્દુલ મન્નાન, કૃષિ મંત્રી અબ્દુર રઝાક અને વાણિજ્ય મંત્રી ટીપુ મુનશી જેવા કેટલાક દિગ્ગજ નેતાઓને તેની નવી કેબિનેટમાંથી હટાવ્યા છે. આઉટગોઇંગ સરકારના 18 રાજ્ય મંત્રીઓમાંથી, 13 જુનિયર મંત્રીઓના નામ પણ નવી યાદીમાં નથી અને તેમાં વિદેશી બાબતોના જુનિયર મંત્રી શહરયાર આલમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા ચેહરાઓને સ્થાન અપાયું : મંત્રી પરિષદની નવી યાદીમાં, 14 નવા ચહેરાઓને સંપૂર્ણ મંત્રીઓ અને સાત રાજ્ય મંત્રી તરીકે નામ આપવામાં આવ્યા છે, જો કે તેમાંથી કેટલાકને કેબિનેટ મંત્રી તરીકે બઢતી આપવામાં આવી છે. બર્ન ઘાના નિષ્ણાત ડૉ. સામંત લાલ સેન, એક ટેકનોક્રેટ, સંપૂર્ણ મંત્રીઓની યાદીમાં એક નવા ચહેરા તરીકે ઉભરી આવ્યા, જેણે ઘણાને આશ્ચર્યચકિત કર્યા કારણ કે તેઓ ક્યારેય રાજકીય સક્રિયતા માટે જાણીતા નહોતા.

  1. VGGS 2024 : સીએમ ભૂપેન્દ્ર પટેલે UAE ડેલીગેશન સાથે બેઠક કરી, ગ્રીન હાઈડ્રોજન ટેકનોલોજીમાં સહયોગ મળશે
  2. Mehbooba Mufti : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીનો માર્ગ અકસ્માતમાં થયો આબાદ બચાવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.