મુંબઈઃ ભારતીય શેર માર્કેટમાં મંગળવારે ખરા અર્થમાં એક મંગળ શરૂઆત થઈ હતી. નિફ્ટી ગ્રીન માર્ક સાથે જોવા મળ્યો હતો. જ્યારે મેટલના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. આનાથી ડોમેસ્ટિક માર્કેટને એક નવો વેગ મળી રહેશે. મેટલના શેરમાં એક પ્રકારની તેજીથી ઈન્ડિયન સ્ટોક માર્કેટમાં એક ઉત્સાહનો માહોલ જોઈ શકાય છે.
માર્કેટમાંથી ગુડ ન્યૂઝઃ બીએસઈએ 30 શેરો ધરાવનાર સર્વોપર સેન્સેક્સ આજે 62,098 લેવલ પર ખુલતા સારા વાવડ મળ્યા છે. એનએસએઈની નિફ્ટી 18,362 ઉપર ઓપન થયા છે. બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂતી જોવા મળી રહી છે. જોકે, છેલ્લા કેટલાક સમય સુધી માર્કેટની સ્થિતિ સુસ્ત રહી હતી એમ કહી શકાય. ખાસ કોઈ મોટી ઉથલપાથલ જોવા મળી ન હતી. જોકે, માર્કેટ મજબુત છે એનો આજે ત્રીજો દિવસ રહ્યો છે.
અન્ય શેરમાં ખરીદીઃ મેટલ ઉપરાંત ફાર્મા અને ઓટો શેરોમાં પણ ખરીદારી છે. NSE પર ફાર્મા અને ઓટો ઈન્ડેક્સમાં પણ લગભગ 1-1 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ડિવિસ લેબ અને બજાજ ફિનસર્વના શેર નિફ્ટીમાં ટોપ ગેઇનર છે. જ્યારે ગ્રાસિમનો સ્ટોક 1 ટકાના ઘટાડા સાથે ઈન્ડેક્સમાં ટોપ લૂઝર છે. ગઈકાલે BSE સેન્સેક્સ 234 પોઈન્ટ વધીને 61,963 પર અને નિફ્ટી 111 પોઈન્ટ વધીને 18,314 પર બંધ થયો હતો.
ટોપ ગેનરઃ BSE સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 24 શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. બજાજ ફિનસર્વ અને ઈન્ફોસિસના શેર આમાં ટોપ ગેનર છે. જ્યારે કોટક બેંક અને ટાઇટનના શેર ટોપ લુઝર છે. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, બીપીસીએલ, બ્રિટાનિયા, એચડીએફસી લાઈફ, આઈટીસી, ટાટા એલ્ક્સી, આરબીએ, બંધન બેંક લીલા નિશાન પર ખુલ્યા જ્યારે એપોલો હોસ્પિટલ, કોટક બેંક, સિપ્લા, ડિવિસ લેબ, આઈશર મોટર્સ લાલ નિશાન પર ખુલ્યા હતા. સોમવારે સેન્સેક્સ 234 પોઈન્ટ અથવા 0.38 ટકા વધીને 61,963.68 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 111 પોઈન્ટ અથવા 0.61 ટકા વધીને 18,314.40 પર બંધ થયો હતો.