અમદાવાદ: આજે સ્થાનિક શેરબજાર માટે તેજીનો દિવસ છે અને તેના બંને મુખ્ય સૂચકાંકો લાભ સાથે કારોબાર કરી રહ્યા છે. બેન્ક નિફ્ટી હજુ પણ સારા ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે અને તે 19400ને પાર કરી ગયો છે. આજે બજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે, પરંતુ વલણ માત્ર વૃદ્ધિ તરફ જ છે. વૈશ્વિક બજારોની થોડી અસર શેરબજારની ચાલ પર જોવા મળી રહી છે. રૂપિયાની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ છે.
શેર બજારની શરૂઆત: શેરબજારની આજની શરૂઆત જોરદાર રહી છે. બીએસઈનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 95.34 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 66,048 પર ખુલ્યો હતો. આ સિવાય NSEનો નિફ્ટી 29.90 પોઈન્ટ અથવા 0.15 ટકાના વધારા સાથે 19,627 પર ખુલ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટી શેરની સ્થિતિ: સેન્સેક્સના 30માંથી 18 શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 12 શેરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સિવાય નિફ્ટીના 50માંથી 28 શેરોમાં મજબૂતી જોવા મળી રહી છે અને 22 શેરોમાં ઘટાડા સાથે ટ્રેડિંગ ચાલી રહ્યું છે.
વૈશ્વિક બજારમાંથી મજબૂત સંકેત: એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કાઈ અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લગભગ 1.5 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. યુએસ માર્કેટ ગઈ કાલે 1.25 ટકા સુધી વધીને બંધ થયું હતું. આ પહેલા ભારતીય બજારોમાં ગઈકાલે સતત બીજા દિવસે પણ ઉછાળો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 65,953 પર બંધ રહ્યો હતો.
- Twitter Elon Musk: ટ્વિટર પર પોસ્ટ લાઈકને લઈ કહી મોટી વાત, જાણો નિવેદનમાં એલોન મસ્કે શું કહ્યું ?
- 7th Pay Commission : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થશે વધારો
- Adani Group: હિંડનબર્ગના અહેવાલ પછી અદાણી જૂથનો પ્રથમ મોટો સોદો, 5000 કરોડમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝનું ટેકઓવર