મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજારની શરૂઆત ધીમી રહી હતી. BSE પર સેન્સેક્સ 141 પોઈન્ટના ઘટાડા સાથે 72,154 પર ખુલ્યો હતો. NSE પર નિફ્ટી 0.04 ટકાના વધારા સાથે 21,751 પર ખુલ્યો હતો. પ્રી-ઓપનમાં સેન્સેક્સ, નિફ્ટી ફ્લેટલાઇનથી ઉપર રહ્યા હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ, એલઆઈસી, કોલ ઈન્ડિયા, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર, ભારતી એરટેલ, એસજેવીએન, એપીએલ એપોલો ટ્યુબ્સ, સાઉથ ઈન્ડિયન બેંક, ધનલક્ષ્મી બેંક, જેન્સોલ એન્જિનિયરિંગ, નેસ્લે ઈન્ડિયા, ટીનપ્લેટ કંપની ઓફ ઈન્ડિયા, એસઆરએફ, કર્નેક્સ માઇક્રોસિસ્ટમ્સ આજના ટ્રેડિંગ દરમિયાન સ્ટોક ફોકસમાં રહેશે. ઝોમેટોના શેર 3 ટકા વધ્યા હતા જ્યારે આઇશરના શેરમાં 2 ટકાનો ઘટાડો થયો હતો.
સોમવારની બજાર પરિસ્થિતિ : નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE સેન્સેક્સ 32 પોઈન્ટના વધારા સાથે 72,272 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 0.05 ટકાના વધારા સાથે 21,742 પર બંધ થયો. 1 જાન્યુઆરીએ, બેન્ચમાર્ક સૂચકાંકો નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા પરંતુ પ્રોફિટ-બુકિંગને કારણે તે ઊંચાઈને જાળવી રાખવામાં નિષ્ફળ ગયા હતા.
કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, ટાટા કન્ઝ્યુમર, ભારતી એરટેલ અને નેસ્લે ઈન્ડિયા સોમવારના કારોબાર દરમિયાન નિફ્ટી પર મુખ્ય ગેનર હતા. આઇશર મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેન્ક, ઇન્ફોસિસ અને કોટક મહિન્દ્રા બેન્ક ખોટમાં ટ્રેડ થયા હતા.
NSEના કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ 1 જાન્યુઆરીએ રૂપિયા 855.80 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂપિયા 410.46 કરોડના શેર ખરીદ્યા હતા.