- પાર્ટીના નેતા નવાબ મલિકે પવારની સર્જરી અંગે માહિતી આપી
- શરદ પવારને પિત્તાશયને દૂર કરવા માટે સર્જરી કરવામાં આવશે
- બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને રવિવારે પિત્તાશયની સર્જરી માટે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાર્ટીના નેતા નવાબ મલિકે આ માહિતી આપતા કહ્યું કે, પવારની સર્જરી સોમવારે થવાની છે.
આ પણ વાંચો: શરદ પવારનું સફળ રહ્યું ઓપરેશન, તબિયત સ્થિર: રાજેશ ટોપે
મલિકે વધું જાણકારી આપતા કહ્યું હતું કે, 'ગયા મહિને કરવામાં આવેલી તબીબી કાર્યવાહી બાદ શરદ પવારને 7 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. તે પછી નિર્ણય લેવામાં આવ્યો કે 15 દિવસ પછી પિત્તાશયને દૂર કરવા માટે સર્જરી કરવામાં આવશે. તે પ્રમાણે રવિવારે પવારને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક ડોક્ટરે જણાવ્યું હતું કે, 80 વર્ષીય પવારને પિત વાહિનીમાંથી પથરી કાઢવા માટે 30 માર્ચે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઇમરજન્સી 'એન્ડોસ્કોપી' કરાવી હતી.
શરદ પવાર પેટના દુ:ખાવાથી પરેશાન હતા
પવાર (80)ને રવિવારના રોજ પેટમાં દુ:ખાવાની ફરિયાદ થયા બાદ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમના પિત્તાશયમાં સમસ્યા છે. NCP નેતા નવાબ મલિકે જણાવ્યું કે, પવારને ઓપરેશનના એક દિવસ પહેલા પેટમાં દુ:ખાવાની ફરિયાદ થયા બાદ મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મલિકે ટિ્વટ કર્યું હતું કે, ગઈકાલે (રવિવાર) સાંજથી અમારા પક્ષના અધ્યક્ષ શરદ પવાર પેટના દુ:ખાવાથી પરેશાન હતા, તેથી તેમને તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે, તેમને પિત્તાશયમાં સમસ્યા હતી.
આ પણ વાંચો: અમિત શાહ અને પવાર વચ્ચે બેઠકની અફવા પર સંજય રાઉત કહ્યું-અફવાઓનો અંત લાવો
31મી માર્ચે હૉસ્પિટલમાં દાખલ થવા કહ્યું હતું
તેમણે જણાવ્યું હતું કે શરદ પવારે પેટમાં દુખાવાની ફરીયાદ કરી હતી. આથી તેમને મુંબઇની બ્રિજ કેંડી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ડૉક્ટરની તપાસ બાદ સામે આવ્યું છે કે તેમના ગૉલ બ્લેડરમાં એટલે કે મૂત્રાશયમાં તકલીફ છે. NCP નેતાને તપાસ બાદ ઘરે મોકલવામાં આવ્યા છે. સાથે જ તેમને એન્ડોસ્કૉપી અને સર્જરી કરાવવાની સલાહ આપી છે. જે માટે તેમને ફરીથી 31 માર્ચે હોસ્પિટલમાં દાખલ થયા હતા.