- શરદ પવારની તબિયત ખરાબ
- પેટમાં દુખાવાની કરી હતી ફરિયાદ
- ડૉક્ટરે સર્જરી કરવાની આપી સલાહ
મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ(NCP)ના અધ્યક્ષ શરદ પવારની તબિયત ખરાબ થવાની માહિતી મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને પેટમાં દુખાવાની ફરીયાદ કરી હતી આથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે એનસીપી નેતા નવાબ મલિકે માહિતી આપી હતી.
વધુ વાંચો: રાજ્ય સભા સાંસદ સુરેશ ગોપીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા
31મીએ હૉસ્પિટલમાં દાખલ થવા કહ્યું
તેમણે જણાવ્યું હતું કે શરદ પવારે પેટમાં દુખાવાની ફરીયાદ કરી હતી. આથી તેમને મુંબઇની બ્રિજ કેંડી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ડૉક્ટરની તપાસ બાદ સામે આવ્યું છે કે તેમના ગૉલ બ્લેડરમાં એટલે કે મૂત્રાશયમાં તકલીફ છે. NCP નેતાને તપાસ બાદ ઘરે મોકલવામાં આવ્યા છે. સાથે જ તેમને એન્ડોસ્કૉપી અને સર્જરી કરાવવાની સલાહ આપી છે. જે માટે તેમને ફરીથી 31 માર્ચે હોસ્પિટલમાં દાખલ થવાનું કહેવામાં આવ્યું છે.
વધુ વાંચો: સફળ રહ્યું સૌરવ ગાંગુલીનું એન્જીયોપ્લાસ્ટી ઓપરેશન, હાલ તબિયત સ્થિર