- મહારાષ્ટ્રમાં ચર્ચિત 100 કરોડના વસુલાત મુદ્દા પર બોલ્યા શરદ પવાર
- લોકોને તેમની ઈચ્છા મુજબ રાજકીય વિકલ્પો આપવાની જરૂર
- લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે વિવિધ પક્ષોનો સહારો લઈશું
નાગપુર: મહારાષ્ટ્રમાં ચર્ચિત 100 કરોડના વસુલાત (100 crore recovery issue) મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે (SHARAD PAWAR) પહેલીવાર ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે કહ્યું કે આ કેસમાં મુંબઈના ભૂતુપૂર્વ પોલિસ કમિશનર પરમબીર સિંહ ગુમ (Parambir Singh Absconding) થયા છે. અનિલ દેશમુખ પર આરોપ (Charge against Anil Deshmukh) લાગ્યા ત્યારથી જ તે ગુમ છે, હવે તે આ આરોપોને સાબિત કરવા આગળ નથી આવી રહ્યા. ભાજપ (BJP) પર પ્રહાર કરતા પવારે કહ્યું કે તમે અનિલ દેશમુખને જેલમાં પૂર્યા છે અને પરનબીર સિંહ ફરાર છે. તમે જે પણ કર્યું છે, તેની તમારે કિંમત ચુકવવી પડશે. આ પહેલીવાર હતું જ્યારે શરદ પવારે અનિલ દેશમુખનો ખુલ્લેઆમ બચાવ કર્યો હતો.
આ પણ વાંચો: 'હિન્દુ' ધર્મ અને 'હિન્દુત્વ' એ રાજનીતિનો વિચાર છે, બન્નેને એકબીજા સાથે જોડવા અયોગ્ય છેઃ શશિ થરૂર
જનતાને ઈચ્છા મુજબ રાજકીય વિકલ્પો આપવાની જરૂર
પવારે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રઘાન અને NCP નેતા અનિલ દેશમુખ સાથે અન્યાય થયો છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કર્યા બાદ દેશમુખ હાલમાં ન્યાયિક કસ્ટડીની જેલમાં છે. આ દરમિયાન શરદ પવારે રાષ્ટ્રીય રાજકારણમાં ભાજપના વિકલ્પ વિશે પણ વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે આગામી સામાન્ચ ચૂંટણીમાં સંભવિત ભાજપ વિરોધી ગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે? એ કોઈ મુદ્દો નથી, લોકોને તેમની ઈચ્છા મુજબ રાજકીય વિકલ્પો આપવાની જરૂર છે.
દુકાનદારો અને વાપારીઓ અંગે ચિંતા વ્યક્ત કરી
મહારાષ્ટ્રમાં અમરાવતી અને અન્ય કેટલાક સ્થળોએ તાજેતરની હિંસાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા NCPના વડાએ કહ્યું કે સરકારે આવી ધટનાઓનો ભોગ બનેલા દુકાનદારો અને વેપારીઓને વળતર આપવા માટે એક નીતિ બનાવવી જોઈએ. પવાર નાગપુર વિદર્ભ ચેમ્બર આફ કોમર્સના (NVCC) પ્રતિનિધિઓને મળ્યા, તેમણે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાજેતરમાં બનેલી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે નિર્દોષ દુકાનદારો અને વાપારીઓ હિંસાનો ભોગ બને છે, અને તેમની પોતાની કોઈ ભૂલ વિના નુકસાન સહન કરે છે.
આ પણ વાંચો: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ભાગેડૂ જાહેર કરાયા
ગઠબંધનના મુદ્દા પર સંસદના આગામી સત્રમાં ચર્ચા
પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી તે મોરચાનું નેતૃત્વ કરી શકે છે કે કેમ તે પૂછવામાં આવતા પવારે ભાજપ વિરોધી ગઠબંધનની સંભવિત રચના વિશે પૂછ્યું, આના પર NCPના વડાએ કહ્યું કે ગઠબંધનના મુદ્દા પર સંસદના આગામી સત્રમાં ચર્ચા કરવામાં આવશે. પવારે કહ્યું ગઠબંધનના નેતા કોણ હશે તે મુદ્દો નથી, પણ આજની જનતાને તેમની ઈચ્છા મુજબ વિકલ્પ આપવાની જરૂર છે, અમે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે વિવિધ પક્ષોનો સહારો લઈશું