હૈદરાબાદ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ જયંતિના દિવસે કેટલાક કામ કરવાથી શનિ પ્રકોપ અને સાડાસાતી પનોતીમાંથી મુક્તિ મળે છે. જેઠ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા એવી છે કે, આ દિવસે ન્યાયના દેવતા શનિદેવનો જન્મ થયો હતો. શનિ જયંતિના દિવસે મંદિરમાં ભાવિકો દર્શન (Shani Temple) કરવા માટે ઉમટી પડે છે.
આટલું કરી શકાય: શનિકૃપા મેળવવા માટે શનિદેવની પૂજા કરવામાં આવે છે. સફેદ ફૂલ, કાળા તલ અને સરસિયાનું તેલ શનિદેવને ચડાવવામાં આવે છે. આ પછી શનિના પ્રકોપ અને સાડાસાતી દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. ખાસ તો કોઈ શારીરિક પીડા હોય તો એમાંથી મુક્તિ માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. શનિ જયંતિના દિવસે મંદિરમાં જઈને પૂજા કરો. તેલ અને કાળી વસ્તુનું દાન કરો.આમ કરવાથી શનિ પ્રકોપ અને સાડાસાતીની પીડા ઓછી થાય છે. આ ઉપરાંત જીવનમાંથી કષ્ટ અને દુ:ખ દૂર થાય છે.
મુક્તિ માટે: શનિ પ્રકોપમાંથી મુક્તિ મેળવવા માટે શનિ જયંતિના દિવસે શનિદેવને ખાસ તેલ અર્પણ કરવામાં આવે છે. તેલનો અભિષેક કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આવું કરવાથી કુંડલીમાં શનિની સ્થિતિ મજબુત થાય છે. શનિદેવને કર્મનું ફળ આપનારા દેવતા કહેવાય છે. તેલમાં કાળા તલ નાંખીને અભિષેક કરવામાં આવે છે. આવું કરવાથી શનિ પ્રકોપ ઓછો થાય છે. આ સાથે જીવનમાં શનિદેવ પ્રસન્ન થતા સુખ સમૃદ્ધિ પણ આવે છે. આ ઉપરાંત પીપળાના વૃક્ષ નીચે તેલનો દીવો કરવાથી પણ શનિદેવ ખુશ થાય છે.
શું દાન કરાય: આ દિવસે ચંપલ, બુટ, કાળી કોઈ પણ વસ્તુ, કાળું કપડું, અડદ, કાળા તલ, લોઢુ, સ્ટીલ. આ દિવસે ખાસ શનિ ચાલીસા કરવા જોઈએ. આ ઉપરાંત ओम प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः મંત્રનો જાપ કરવો જોઈએ. જેથી ગ્રહદોષમાં પણ શાંતિ મળે છે.