મેષ રાશિના જાતકો માટે
મેષ રાશિના જાતકોએ એક કાળા કપડામાં કાળા અડદ, સાત લોખંડની ખિલ્લી પાંચ કોલસાના ટુકડા રાખીને સાત ગાંઠ લગાવવી. આને માથા પરથી ઉતારીને ઝાડ પાસે મૂકી દેવા. આ સમય દરમિયાન ॐ શાન્તાય નમ: મંત્રનો જાર કરવો.
વૃષભ રાશિના જાતકો માટે
આ રાશિના જાતકોએ સરસવના તેલથી શનિ દેવનો અભિષેક કરવા અને 108 દિવા પ્રજ્વલિત કરવા. તેની સાથે શનિના મંત્રનો જાપ કરવો
મિથુન રાશિના જાતકો માટે
આ રાશિના જાતકોને સાત પ્રકારના અનાજ જવાર, બાજરો, ચોખા, મગ, ઘઉં, મસૂર અને અડદ માથેથી ઉતારીને પક્ષીઓને નાંખવા. આ ઉપરાંત હનુમાનજીના મંદિરનાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
કર્ક રાશિના જાતકો માટે
આ રાશિના જાતકોએ કાળા ચપ્પલ, કાળા કપડાં અને લોખંડના વાસણ કોઇ પણ જરૂરયાત મંદ લોકોને દાન કરવી. આ સિવાય શિવ મંદિરમાં 5 બદામ ચડાવવી.
સિંહ રાશિના જાતકો માટે
આ રાશિના જાતકે કાળી ગાયની સેવા કરવી. પૂજા કરવી અને પરીક્રમા કરવી તેને તલના લાડૂ ખવડાવો. તેની સાથે ॐ સૂર્યપુત્રાય નમ: મંત્રની એક માળાનો જાપ કરો.
કન્યા રાશિના જાતકો માટે
આ રાશિના જાતક 11 નારિયેળને જળમાં પ્રવાહિત કરો, ॐ મ્હનીયગુણાત્મને નમ: મંત્રની એક માળાનો જાપ કરો.
તુલા રાશિના જાતકો માટે
તુલા રાશિના જાતકોએ ઘઉંના લોટની બે રોટલી લઈને એક બાજુ તેલ લગાવી અને બીજી બાજુ ઘી લગાવીને રોટલીના ઘી વાળા ભાગ તરફ પર થોડો ગોળ મૂકીને કાળી ગાયને ખવડાવવી. દૂધમાં બીજો રોટલી ચોળીને કાળા કૂતરાને ખવડાવી. આ સાથે ઓમ છાયા પુત્રાય નમઃ મંત્રનો જાપ કરવો.
વૃશ્ચિક રાશિના જાતકો માટે
વૃશ્ચિક રાશિના જાતકોએ કાંસાની વાટકીમાં સરસવનું તેલ ભરીને તેમાં ઘરના સભ્યોનું પ્રતિબિંબ જોવું અને તેનું દાન કરવું. જે બાદ કાળા કાપડમાં કાળા અળદ, બે કાળા કોલસા અને લોખંડની ખીલી મૂકીને બધી સામગ્રી બ્રાહ્મણને દાન કરવું.
ધન રાશિના જાતકો માટે
ધન રાશિના જાતકોએ શનિ જયંતિના દિવસે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને ચઢાવવું જોઈએ. આ સિવાય સુંદરકાંડનો પાઠ કરવો.
મકર રાશિના જાતકો માટે
સૂર્યોદય સમયે તાંબાનાં વાસણમાં પાણી ભરો અને તેને પીપળનાં ઝાડને અર્ઘ્ય આપવો અને કાળા કૂતરા અને વાંદરાઓને લાડુ ખવડાવો. આ સાથે ઓમ શર્વય નમઃ મંત્રનો જાપ કરવો.
કુંભ રાશિના જાતકો માટે
કુંભ રાશિના જાતરો માટે લોકોને ભોજન આપવું. તેમને ચામડાના બૂટ કે ચપ્પલ, તેલ, કાળી છત્રિ, કપડાં વગેરેનું દાન કરવું. સાંજે પીપળના ઝાડમાં પાણી, દૂધ, મધ, ખાંડ, ગોળ, ગંગાજળ સાથે કાળા તલ સાથે ચઢાવો.
મીન રાશિના જાતકો માટે
મીન રાશિના જાતકોએ હનુમાન, ભૈરવ, શનિદેવના દર્શન કરવા. આ સાથે શનિ મંદિરમાં રાજા દશરથ દ્વારા રચિત દશરથકૃત શનિ સ્તોત્રનું પાઠ કરવાથી લાભ થશે.