ETV Bharat / bharat

Shani asta 2023: શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે, જો તમને આ 6 આદતો હોય તો ચેતજો

31 જાન્યુઆરીએ શનિદેવ કુંભ રાશિમાં અસ્ત (Shani Asta in kumbh rashi) થવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને કેટલીક ખરાબ આદતોવાળા લોકો પસંદ નથી. જે લોકોમાં આવી આદતો હોય છે તેમના પર શનિદેવની ખરાબ નજર હંમેશા રહે (Saturn hates the bad habits of this sign) છે.

Shani asta 2023: શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે, જો તમને આ 6 આદતો હોય તો ચેતજો
Shani asta 2023: શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે, જો તમને આ 6 આદતો હોય તો ચેતજો
author img

By

Published : Jan 24, 2023, 1:01 PM IST

હૈદરાબાદ: ન્યાયના દેવતા શનિને નવ ગ્રહોમાં સૌથી ક્રૂર માનવામાં આવે છે. શનિ એકવાર બગડી જાય તો વ્યક્તિનું આખું જીવન દુઃખોથી ભરાઈ જાય છે. 31 જાન્યુઆરીએ શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને કેટલીક ખરાબ આદતોવાળા લોકોને પસંદ નથી. જે લોકોમાં ખરાબ ટેવો હોય છે તેમના પર શનિદેવની નજર હંમેશા રહે છે. 31 જાન્યુઆરીએ શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થવાના હોવાથી આવા લોકોએ ખૂબ કાળજી રાખવી જોઈએ.

આ પણ વાંચો: Shani Asta 2023: પાંચ રાશિવાળાઓ 33 દિવસ રહેજો સાવધાન, શનિ કુંભ રાશિમાં રહ્યો છે અસ્ત

પગ ધસડાયને ચાલવુ: જ્યોતિષીઓ અનુસાર, તમારા પગ ધસડાયને ચાલવાની ખૂબ જ ખરાબ આદત છે. પગ ધસડતા હોય તેને શનિ હંમેશા પરેશાન કરે છે. આવા લોકોને અશુભ પરિણામ મળવાની શક્યતાઓ વધુ હોય છે. તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યો બગડી શકે છે. પૈસાનો કકળાટ હંમેશા ચાલે છે.

બેસતી વખતે પગ હલાવવા: તમે ઘણી વાર લોકોને ઘર કે ઓફિસમાં બેસીને પગ હલાવતા જોયા હશે. શું તમે જાણો છો કે આવું કરવું કેટલું અશુભ છે? તે માત્ર નબળો ચંદ્ર જ નહીં, પણ શનિની સમસ્યાઓ પણ દર્શાવે છે. જેઓ આવું કરે છે, તેઓ ઘણીવાર માનસિક સમસ્યાઓનો સામનો કરે છે. આ લોકોમાં તણાવની સમસ્યા ખૂબ જ જોવા મળે છે.

વ્યાજ પર પૈસા: જે લોકો વ્યાજ પર પૈસા લેવાનો વ્યવસાય કરે છે, શનિ તેમના માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. જો તમે વ્યાજનો ધંધો કરશો તો એક યા બીજા દિવસે શનિદેવની કુટિલ નજર તમારા પર અવશ્ય પડશે. જે લોકો વ્યાજ પર પૈસા લાવે છે, તેઓએ શનિથી ખૂબ કાળજી રાખવી જોઈએ.

આ પણ વાંચો: REPUBLIC DAY 2023: પ્રજાસત્તાક દિવસ શા માટે ઉજવવામાં આવે છે, શું છે તેનો ઇતિહાસ અને મહત્વ ?

અહીં-ત્યાં થૂંકવું: તમે ઘણીવાર લોકોને ચાલતી વખતે અહીં-ત્યાં થૂંકતા જોયા હશે. આ ખૂબ જ ખરાબ અને અશુભ આદત છે. આ ખરાબ આદત કુંડળીમાં શનિ ગ્રહની નબળાઈનો સંકેત છે. આવા લોકોનું જીવન ખૂબ જ કષ્ટદાયક હોય છે. એટલા માટે આ આદતને જલદીથી છોડી દેવી યોગ્ય રહેશે. અન્યથા તમારે શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.

બાથરૂમને ગંદુ રાખવું: કહેવાય છે કે, સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ રાખવાથી વાસ્તુ દોષ તો વધે જ છે, પરંતુ કુંડળીમાં ચંદ્ર પણ અશુભ પરિણામ આપવા લાગે છે. આવા લોકો પર શનિદેવ હંમેશા નારાજ રહે છે. એટલા માટે તેઓએ પોતાના ઘરના ટોયલેટ અથવા બાથરૂમને હંમેશા સાફ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. અન્યથા તમારી મુશ્કેલીઓ વધી શકે છે.

ધોયા વગરના વાસણો છોડવા: જમ્યા પછી વાસણો ધોયા વગર રાખવાથી પણ શનિની દૃષ્ટિની અસર વધી શકે છે. એટલા માટે આવી ભૂલ ક્યારેય ન કરો. એવું કહેવાય છે કે, જે લોકો રસોડામાં ખોટા વાસણો છોડી દે છે તેમને સખત મહેનત કરવા છતાં સંતોષકારક પરિણામ નથી મળતું. કહેવાય છે કે, વાસણોને યોગ્ય જગ્યાએ રાખવાથી ચંદ્ર અને શનિના દોષ દૂર થઈ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.