સિડનીઃ ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર શેન વોર્નનું હાર્ટ એટેકના કારણે નિધન(Died of heart attack) થયું છે. તેના મેનેજરે કહ્યું(Shane Warne manager sheds) કે, તે મિત્રો સાથે ડિનર માટે નક્કી કરેલી મીટિંગ પહેલા ક્રિકેટ જોઈ રહ્યો હતો, તે સમયે તેમને હાર્ટ એટેક આવ્યું હતું. શનિવારે સિડની મોર્નિંગ હેરાલ્ડમાં એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અનુભવી સ્પિનરના બિઝનેસ મેનેજર તેને બચાવવા માટે લગભગ 20 મિનિટ સુધી CPR કરતા રહ્યા.
મેનેજરે મોત અંગે આપી પ્રતિક્રીયા
52 વર્ષીય ભૂતપૂર્વ ખેલાડીના મેનેજરે હેરાલ્ડ અને ધ એજ ને જણાવ્યું હતું કે, વોર્ન તેના મિત્ર એન્ડ્રુને મળતા પહેલા દારુ પીધેલ ન હતો, અહેવાલમાં જણાવાયું છે. વોર્ન સાથે જે લોકો થાઈલેન્ડ ગયા હતા તેઓ ડિનર પહેલા હોટલના રૂમમાં હાજર હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટેલિવિઝન પર ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ જોયા બાદ વોર્ન બેભાન જોવા મળ્યો હતો. તેણે કહ્યું, મહાન સ્પિનર થાઇલેન્ડમાં રજાઓ માણી રહ્યો હતો અને તેની કમેન્ટિંગ અસાઇનમેન્ટ માટે યુકે પણ જવાનો હતો.
આ પણ વાંચો : shane warne dies : દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનું મોજું
શું આ કારણે થયું મોત???
તેના મેનેજર જેમ્સના જણાવ્યા અનુસાર, વોર્ને દારૂ પીવાનું બંધ કરી દીધું હતું કારણ કે તે ડાયટિંગ કરતો હતો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ક્રિકેટના દિગ્ગજને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, વોર્ન એવા કેટલાક લોકોમાંથી એક હતા જે મહાન ડોન બ્રેડમેનની અસાધારણ સિદ્ધિઓ સુધી પહોંચી શક્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયનો માટે શેન તેના કરતા ઘણો વધારે હતો. શેન આપણા દેશના મહાન માણસોમાંના એક હતા. ઓસ્ટ્રેલિયનો તેને પ્રેમ કરતા હતા. જેમ આપણે બધાએ કર્યું છે.
આ પણ વાંચો : જાડેજા બન્યો જાબાંજ : IND vs SL માં પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી
જાણો કયા સ્ટેડીયમનું નામ તેમના નામ પર રખાયું
વિક્ટોરિયન સરકારે જાહેરાત કરી છે કે MCGના ગ્રેટ સદર્ન સ્ટેન્ડનું નામ બદલીને S.K. લેગ સ્પિનરની યાદમાં વોર્ન સ્ટેન્ડ રાખવામાં આવ્યું છે. કારણ કે વોર્ને એમસીજીમાં તેની 700મી ટેસ્ટ વિકેટ લીધી હતી. વિક્ટોરિયન પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુઝે ટ્વિટ કર્યું, એસ.કે. વોર્ન સ્ટેન્ડ મહાન લેગ-સ્પિનરને એક વિશાળ શ્રદ્ધાંજલિ હશે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર ઈયાન હીલી તેમના નિધનથી ખૂબ જ દુઃખી છે. તે જ સમયે તે આશ્ચર્યચકિત છે કે તેના ભૂતપૂર્વ સાથીઓએ ટૂંક સમયમાં જ દુનિયા છોડી દીધી.