ETV Bharat / bharat

રાજસ્થાન અકસ્માત: પીએમ મોદીની સુરક્ષામાં જઈ રહેલા પોલીસકર્મીઓની ગાડીને નડ્યો અકસ્માત, 5 પોલીસકર્મીઓના મોત - રાજસ્થાન પોલીસ

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં રવિવારે એક મોટી દુર્ઘટના બની હતી. વડાપ્રધાન મોદીની સભા માટે ઝુંઝુનુ જઈ રહેલી પોલીસની એક કાર ટ્રેલર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 5 પોલીસ જવાનોના મોત થયા છે જેમાંથી 2 ઘાયલ થયા છે. આ તમામ પોલીસકર્મી નાગૌર જિલ્લાના ખિંવસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં.

રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત
રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત
author img

By PTI

Published : Nov 19, 2023, 11:06 AM IST

રાજસ્થાન: રાજસ્થાનના નાગૌર જિલ્લામાં વડાપ્રધાન મોદીની સભા માટે સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત માટે ઝુંઝુનુ જઈ રહેલી પોલીસની એક કારનો ગંભીર અકસ્માત થયો હતો, 7 પોલીસકર્મીઓ સાથે ઝુંઝનું જઈ રહેલી પોલીસની કાર ટ્રેલર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 5 પોલીસ જવાનોના મોત થયા છે જેમાંથી 2 ઘાયલ થયા છે જેઓની સારવાર ચાલી રહી છે.

પોલીસની કારનો અકસ્માત: નાગૌર જેએલએન હોસ્પિટલ ચોકીના કોન્સ્ટેબલ રામકુમારે જણાવ્યું હતું કે, રવિવારે ઝુંઝુનુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં સુરક્ષા માટે, પોલીસ નાગૌરના ખિંવસર પોલીસ સ્ટેશનથી કારમાં વહેલી સવારે ઝુંઝુનુ જઈ રહ્યાં હતા. કારમાં 7 પોલીસકર્મી સવાર હતા. આ સમય દરમિયાન, ચુરુ જિલ્લાના કનુતા અને ખબરિયાના વચ્ચે નેશનલ હાઈવે 58 પર પોલીસકર્મીઓની કાર એક ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પોલીસની ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો.

5ના મોત, 2 ઘાયલ: કોન્સ્ટેબલ રામકુમારે જણાવ્યું હતું કે, અકસ્માતમાં નાગૌર જિલ્લાના ખિંવસર પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મી રામચંદ્ર, કુંભરામ, થાનારામ, લક્ષ્મણ સિંહ અને સુરેશના મોત થયા છે, જ્યારે 2 કોન્સ્ટેબલ સુખરામ અને હેડ કોન્સ્ટેબલ સુખરામ ઘાયલ થયા છે. હાલમાં મૃતદેહોને પોસ્ટપોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોની સારવાર નાગૌરની જેએલએન હોસ્પિટલમાં ચાલી રહી છે.

  • आज सुबह-सुबह चुरू के सुजानगढ़ सदर क्षेत्र से वाहन दुर्घटना में पुलिसकर्मियों के हताहत होने का दुःखद समाचार प्रप्त हुआ।

    इस हादसे में दिवंगत सभी पुलिसकर्मियों के परिजनों के साथ हमारी गहन संवेदना है।

    घायलों के शीघ्र स्वास्थ्य लाभ की कामना करता हूँ ।

    — Ashok Gehlot (@ashokgehlot51) November 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CMએ શોક વ્યક્ત કર્યોઃ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રોડ અકસ્માતમાં પોલીસકર્મીઓના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે આજે વહેલી સવારે ચુરુના સુજાનગઢ સદર વિસ્તારમાં વાહન અકસ્માતમાં પોલીસકર્મીઓના મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ પોલીસકર્મીઓના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.

  1. ઝારખંડના ગિરિડીહમાં થયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 6 લોકોના કરુણ મૃત્યુ
  2. વૈશાલી એક્સપ્રેસ સહિત બે ટ્રેનોમાં આગની ઘટના મામલે તપાસનો ધમધમાટ, ઈટાવા રેલવેના તમામ સ્ટાફનું લેવાશે નિવેદન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.