ન્યૂયોર્કઃ ન્યૂયોર્કમાં મંગળવારે સવારે અનેક લોકોને ગોળી (Firing at brooklyn new york ) મારી દેવામાં આવી હતી. આ ઘટના ન્યૂયોર્કના બ્રુકલિન સબવે સ્ટેશન પર બની હતી. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર આ ફાયરિંગમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગોળી ચલાવનાર વ્યક્તિ કન્સ્ટ્રક્શન વર્કરના કપડામાં: મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, કુલ પાંચ લોકોને ગોળી વાગી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બાદ સ્ટેશન પર ધુમાડો છવાઈ ગયો હતો. હાલ તો પોલીસ આરોપીની શોધમાં છે. પ્રાથમિક તપાસ બાદ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગોળી ચલાવનાર વ્યક્તિ કન્સ્ટ્રક્શન વર્કરના કપડામાં મેટ્રો સ્ટેશન આવ્યો હતો.
સીસીટીવીની તપાસ: હાલમાં, પોલીસ દ્વારા સ્થળ પર હાજર તમામ સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓની શોધ ચાલુ છે. આ આતંકવાદી ઘટના છે કે અન્ય કોઈ ષડયંત્ર તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ફાયરિંગમાં 13 લોકો ઘાયલ પણ થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, પોલીસ દ્વારા સ્થળ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્ર ન્યૂયોર્ક શહેરમાં સબવે સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.