ઇડુક્કી: સબરીમાલા તીર્થયાત્રીઓને લઇ જતું વાહન ખીણમાં પડતાં 8 શ્રદ્ધાળુઓના મોત (8 devotees died in accident) થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. આ અકસ્માત ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. તમિલનાડુના તીર્થયાત્રીઓને લઈ જતું વાહન કુમીલી-કુમ્બમ રોડ પર જઈ રહ્યું હતું ત્યારે તે ખીણમાં પલટી ગયું હતું.
હોસ્પિટલમાં દાખલ: કારમાં એક બાળક સહિત 10 લોકો સવાર હતા. બે ઈજાગ્રસ્તોને (accident in kerala) કુમિલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં હજુ ત્રણ લોકો ફસાયેલા છે. તેમને વાહનમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ અને ફાયરમેન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઇડુક્કી જિલ્લા કલેક્ટર બચાવ કામગીરીના સંકલનનો હવાલો સંભાળે છે.