ETV Bharat / bharat

Naxal Encounter in Gadchirol : 26 નક્સલવાદીઓ સાથે દેશનો સૌથી મોટો નક્સલી લીડર ઠાર - ગઢચિરોલીમાં નક્સલવાદીઓ

મહારાષ્ટ્રના ગઢચિરોલી (Naxal Encounter in Gadchiroli) જિલ્લામાં શનિવારે પોલીસ સાથેની અથડામણમાં 26 જેટલા નક્સલીઓ માર્યા (NAXALITES KILLED IN CLASHES) ગયા હતા. આ ઉપરાંત, ચાર પોલીસકર્મીઓ પણ એન્કાઉન્ટરમાં (Police encounter) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે એરલિફ્ટ કરીને નાગપુર લઈ જવામાં આવ્યા હતા.

ગઢચિરોલીમાં 26 નક્સલવાદીઓ ઠાર કરાયા
ગઢચિરોલીમાં 26 નક્સલવાદીઓ ઠાર કરાયા
author img

By

Published : Nov 14, 2021, 7:46 AM IST

Updated : Nov 14, 2021, 10:39 AM IST

  • ગઢચિરોલી જિલ્લામાં પોલીસ-નક્સલીઓ થયા હતા આમને સામને
  • પોલીસની ગોળીએ 26 જેટલા નક્સલીઓ માર્યા ગયા
  • એન્કાઉન્ટર દરમિયાન 4 પોલીસકર્મીઓ થયા ઈજાગ્રસ્ત

નાગપુર/મુંબઈ: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં શનિવારે પોલીસ (Police Encounter) સાથેની અથડામણમાં 26 જેટલા નક્સલીઓ માર્યા ગયા (Naxal Encounter in Gadchiroli) હતા. વરિષ્ઠ અધિકારીઓએ આ માહિતી આપી. મળતી માહિતી મુજબ, મૃતકોમાં કેટલાક મોટા બેનામી નક્સલવાદીઓ હોવાનું સામે આવી રહ્યું છે. આ સાથે જ, દેશના સૌથી મોટો નક્સલી લીડર મિલિંદ તેલતુમ્બડે પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

C-60 પોલીસ કમાન્ડોનું ઓપરેશન

મહારાષ્ટ્રનો પૂર્વી જિલ્લો ગઢચિરોલી (Gadchiroli Naxalite) એ મુંબઈથી 900 કિમીથી વધુના અંતરે આવેલું છે. જિલ્લા પોલીસ અધિક્ષક અંકિત ગોયલે જણાવ્યું હતું કે, અમને અત્યાર સુધીમાં જંગલમાંથી 26 નક્સલવાદીઓના (Naxalites News) મૃતદેહ મળ્યા છે. ગોયલે કહ્યું કે, પોલીસ અધિક્ષક સૌમ્યા મુંડેની આગેવાની હેઠળ C-60 પોલીસ કમાન્ડો (C-60 Police Commando) ની ટીમે સવારે કોરચીના મર્ડિંટોલા જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, આ ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

ગઢચિરોલીમાં 26 નક્સલવાદીઓ ઠાર કરાયા
ગઢચિરોલીમાં 26 નક્સલવાદીઓ ઠાર કરાયા

કોણ છે મિલિંદ તેલતુમ્બડે?

મૂળ યવતમાલ જિલ્લાના વાની તાલુકાના રાજુરનો રહેવાસી મિલિંદ તેલતુમ્બડે નક્સલ ચળવળમાં સહ્યાદ્રી, દીપક વગેરે જેવા ઉપનામોથી જાણીતો હતો. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર મિલિંદ તેલતુમ્બડે છેલ્લા 30 વર્ષથી નક્સલ ચળવળમાં સક્રિય છે. તે પ્રતિબંધિત માઓવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના રાજ્ય સચિવ પણ હતો. રાજ્ય પોલીસે તેના પર 50 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.

MMC ઝોનની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા

ત્રણ-ચાર વર્ષ પહેલાં મિલિંદે મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશ-છત્તીસગઢ (MMC) ઝોનની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે આ ઝોનના સર્વોચ્ચ નેતા હતો. આ અઠવાડિયે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર વિજય વડેટ્ટીવાર સામે સૂરજાગઢ ખાણો સામેના આંદોલનની ટીકા કરતો પત્ર જાહેર કર્યો હતો. તેના પર નક્સલીઓના દક્ષિણ ઝોનના પ્રવક્તા શ્રીનિવાસ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જો કે પત્રની ભાષા પરથી સ્પષ્ટ થયું કે, આ પત્ર સહ્યાદ્રીએ પોતે જ લખ્યો છે.

3 વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી-

શનિવારે પોલીસે 26 નક્સલીઓને ઠાર કર્યા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી મોટી કાર્યવાહી છે. 22 એપ્રિલ 2018 ના રોજ ભામરાગઢ તાલુકાના કસનાસુર અને ડામર વચ્ચેની અથડામણમાં પોલીસ દ્વારા સાઈનાથ અને શિનુ નામના મોટા નક્સલી કેડર સહિત 40 જેટલા નક્સલીઓ માર્યા ગયા હતા. જે બાદ આ વર્ષે 21 મેના રોજ એટાપલ્લી તાલુકાના પાયડી જંગલમાં પોલીસે 13 નક્સલીઓને માર્યા હતા. શનિવારની અથડામણમાં નક્સલી નેતા મિલિંદ તેલતુમ્બડે અને અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. તેથી આ એક મોટી કાર્યવાહી છે.

નક્સલવાદીઓની ઓળખ

સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ હજુ સુધી સામે આવી નથી, પરંતુ નક્સલવાદીઓનો એક અગ્રણી નેતા પણ મૃતકોમાં હોવાની શક્યતા છે. અધિકારીઓએ કહ્યું હતું કે, ચાર પોલીસકર્મીઓ પણ એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે એરલિફ્ટ કરીને નાગપુર લઈ જવામાં આવ્યા હતા. આ જિલ્લો છત્તીસગઢની સરહદને અડીને આવેલો છે.

વધુ મૃતદેહો શોધવા સર્ચ ઓપરેશન

ગઢચિરોલી જિલ્લા મુખ્યમથક પર પ્રાપ્ત થયેલા પ્રાથમિક અહેવાલો અનુસાર, આ એન્કાઉન્ટર પ્રતિબંધિત CPI (નક્સલ) ના દાલમ અને નક્સલ વિરોધી ઓપરેશનના (Anti-Naxal operation) C-60 યુનિટના કમાન્ડો સાથે થયું હતું. માર્યા ગયેલા નક્સલવાદીઓના વધુ મૃતદેહો શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીની સૌથી મોટી સફળતા

શુક્રવારના રોજ કેટલાક નક્સલવાદીઓના એકઠા થવાની સૂચના મળી હતી અને આ વિસ્તારમાં કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન થવાની ધારણા હતી, જેના પગલે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન, તેઓ ઉગ્રવાદીઓ સાથે સામસામે આવી ગયા હતા, આ બાદ જંગલમાં ગોળીબાર શરૂ થયો અને તે શનિવાર સાંજ સુધી ચાલુ રહ્યો. આ ઓપરેશન સુરક્ષા દળો માટે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે.

આ પણ વાંચો:

Last Updated : Nov 14, 2021, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.