ETV Bharat / bharat

કેવી રીતે સેવાગ્રામ આશ્રમ બન્યો ભારતના સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્રબિંદુ - ભારતની આઝાદીનો સંઘર્ષ

1882ના બ્રિટનના મીઠા કાયદાની અવગણનામાં દાંડી યાત્રા પર જવા માટે સાબરમતી આશ્રમ છોડતી વખતે મહાત્મા ગાંધીએ એક મક્કમ નિર્ણય લીધો: દેશને આઝાદી મળે પછી જ સાબરમતી પરત ફરશે. બ્રિટિશરોએ ગાંધીજીની ધરપકડ કરી તો ભારતીયોએ તેમના અનન્ય સવિનય કાનૂનભંગના આહ્વાનને અપનાવી લીધું. ગાંધીજી જેલમાંથી છૂટ્યા બાદ આંદોલન બંધ થઈ ગયું, તેમના નજીકના સાથીઓએ ગાંધીજીને રહેવા માટે જગ્યા શોધવાનું શરૂ કર્યું. ગાંધીજીના નજીકના સહયોગી જમનાલાલ બજાજે પલકવાડી (આજનું વર્ધા) માં જગ્યા બતાવી અને ગાંધીજી સેવાગ્રામ માર્ગ પરના પ્રથમ સત્યાગ્રહી આશ્રમમાં રોકાયા. પછી જે કંઇ બન્યું તે ઇતિહાસ છે!

કેવી રીતે સેવાગ્રામ આશ્રમ બન્યો ભારતના સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્રબિંદુ

author img

By

Published : Oct 2, 2021, 6:22 AM IST

  • રાષ્ટ્રપિતા ગાંધીજીના અમર સંસ્મરણો સાચવતું જીવંત સ્મારક
  • વર્ધા આશ્રમમાં વર્ષો સુધી ગાંધીજીએ કર્યો હતો વસવાટ
  • 'ભારત છોડો' નો નાદ પ્રથમવાર ગૂંજ્યો હતો એ સેવાગ્રામ આશ્રમનું મહત્ત્વ જાણો

સેવાગ્રામ: સાબરમતી આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા ગાંધીજીએ બ્રિટનના 1882ના મીઠાના કાયદાની અવગણના કરવાના હેતુથી શરુ કરી. એ વખતે મહાત્મા ગાંધીએ એક મક્કમ નિર્ણય લીધો: જ્યાં સુધી ભારત બ્રિટિશરો પાસેથી આઝાદી નહીં મેળવે ત્યાં સુધી સાબરમતી પરત નહીં જાય. ગાંધીજીએ ભારે ટેક્સ વસૂલતા અને ભારતીયોને મીઠું એકત્રિત કરવા અથવા વેચવા પર પ્રતિબંધ મૂકતા કાયદાની વિરુદ્ધ 78 સમર્થકો સાથે તેમની સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરી હતી. તેમણે 6 એપ્રિલ 1930ના રોજ દાંડી દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડ્યો હતો. 4-5 મે 1930ની મધ્યરાત્રિએ તેમની ધરપકડ કરવામાં આવતાં દેશભરમાં વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો હતો તે ગાંધીજી જેલમાંથી છૂટ્યા ત્યાં સુધી હજારોની ધરપકડ સાથે આંદોલન ચાલુ રહ્યું હતું.

કેવી રીતે સેવાગ્રામ આશ્રમ બન્યો ભારતના સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્રબિંદુ

જમનાલાલ બજાજે ગાંધીજીને બતાવી હતી આ જગ્યા

બે વર્ષના જેલવાસ બાદ જ્યારે ગાંધીજી બહાર આવ્યાં ત્યારે તેમણે કોઇ ગામડાંને આઝાદીની લડતનું કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું. તેમના સહાયકોએ તેમને ક્યાં વસાવવા તે અંગે વિચાર્યું કારણ કે તેમણે ભારતની આઝાદી પછી જ સાબરમતી પરત ફરવાનું નક્કી કર્યું હતું. જમનાલાલ બજાજ, ગાંધીજીના નજીકના સાથીએ પલકવાડી (આજનું વર્ધા)માં જગ્યા બતાવી અને આ રીતે ગાંધીજી સેવાગ્રામ માર્ગ પરના પ્રથમ સત્યાગ્રહી આશ્રમમાં લાંબો સમય વસ્યાં હતાં. સેવાગ્રામ આશ્રમ નઇ તાલીમના ડૉ. શિવચરણ ઠાકુર કહે છે "ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશભરમાં પ્રવાસ કર્યા પછી ગાંધીજીએ દેશને આઝાદી મળે ત્યાં સુધી સાબરમતીમાં પાછા ન ફરવાનું નક્કી કર્યું. આ પછી ગાંધીજીને ક્યાં વસવાટ કરવો તે અંગે ચર્ચાઓ શરૂ થઈ. આ સમયે જમનાલાલ બજાજે વર્ધામાં એક સ્થળ સૂચવ્યું. તેમણે ગાંધીજીને આ જગ્યાના મહત્ત્વ અંગે ખાતરી આપી કે આ સ્થળનું મહત્વ છે. "

પહેલાં 5 દિવસ ઝૂંપડીમાં રહ્યાં ગાંધીજી

જાન્યુઆરી 1935માં ગાંધીજી મગનવાડીમાં રોકાયાં, પણ ગાંધીજીએ મિસ સ્લેડ ઉર્ફે મીરાબહેન માટે શાંત જગ્યા પસંદ કરી અને સેવાગ્રામ નિવાસસ્થાન બનાવ્યું. ગાંધીજીએ 30 એપ્રિલ, 1936ના રોજ સેવાગ્રામ આશ્રમની પ્રથમ મુલાકાત લીધી હતી.ગાંધીજી પ્રથમ મુલાકાત દરમિયાન જામફળના બગીચા પાસે પાંચ દિવસ સુધી ઝૂંપડીમાં રહ્યાં હતાં. અગાઉના સેવાગ્રામ આશ્રમમાં ઝૂંપડું પણ નહોતું. ગાંધીજીએ એવું ઝૂંપડું પસંદ કર્યું કે જેના બાંધકામ માટે 100 રૂપિયાથી વધુ ખર્ચ ન થાય. તેમણે ઝૂંપડું બનાવવા માટે સ્વદેશી સંસાધનો અને સ્થાનિક મજૂરોનો ઉપયોગ કરવા પર દબાણ કર્યું.

છેવટે ગાંધીજી મીરાબહેનની ઝૂંપડીમાં રહેવા ગયાં

ગાંધીજી 5 મે, 1936ના રોજ ખાદી યાત્રા માટે નીકળ્યા, અને 16 જૂન, 1936ના રોજ પાછા ફર્યા. ગ્રામજનોની મદદથી મીરાબહેન અને બળવંતસિંહે દોઢ મહિનાની અંદર આદિનિવાસ બનાવી દીધું હતું. ગાંધીજી જોકે નિરાશ થયાં હતાં કારણ કે તેના બાંધકામની કિંમત 499 રૂપિયા હતી. જોકે જમનાલાલ બજાજે તેમને સાંત્વના આપી અને 1937ના અંત સુધીમાં ગાંધીજી એ ઝૂંપડીમાં ગયાં જ્યાં મીરાબહેન રહેતાં હતાં. બાદમાં તે બાપુ કુટી તરીકે પ્રખ્યાત થઇું. નાની ઝૂંપડી પાછળથી વિસ્તૃત કરવામાં આવી હતી. ઝૂંપડીની અંદર એક મેડિકલ સેન્ટર અને બાથરૂમ બનાવવામાં આવ્યું હતું. પાછળથી આ ઝૂંપડું સ્વાતંત્ર્ય સંગ્રામને લગતી બેઠકોનું કેન્દ્ર બન્યું. જો કે, ગાંધીજીએ મુશ્કેલીઓ પડતાં બજાજે તેમના માટે એક અલગ ઝૂંપડી બનાવી. ગાંધીની વિચારધારાના અમર સંસ્મરણ તરીકે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સેવાગ્રામમાં આજેપણ અત્યંત આદર સાથે રાખવામાં આવે છે.

ગાંધીજીના અંગત ઉપયોગની ચીજો અહીં છે

ગાંધી બધાં ધાર્મિક પુસ્તકો વાંચતાં હતાં. સેવાગ્રામ આશ્રમમાં એક નાનકડા કબાટમાંથી ગાંધીજી દ્વારા વાંચવામાં આવતા રામાયણ, બાઇબલ, અને કુરાનની ઝલક જોવા મળી શકે છે. ગાંધીના સિદ્ધાંતનું પ્રતિનિધિત્વ કરતાં 'કશું દુષ્ટ ન જૂઓ, કશું દુષ્ટ ન બોલો, કોઈ દુષ્ટ ન સાંભળો', ત્રણ-શાણા-વાંદરાઓનું શિલ્પ હજુ પણ ત્યાં જ છે અને તેમના કપડાં, ચરખા અને સોય-દોરા તેમની સ્મૃતિ ઝળકાવે છે. આ ઉપરાંત, ગાંધીજી દ્વારા ઉપયોગમાં લેવાયેલી ગુલાબવાડી, લાકડાની ટ્રોફી, આરસમું પેપરવેઇટ અને લિમ્બ સ્ક્રબ, પેબલ પેપરવેઇટ્સ, નકલી ટૂથપીક્સ, સ્પિટૂન, પેન અને પેન્સિલ સ્ટેન્ડ રાખવામાં આવ્યાં છે.

'ભારત છોડો' નો નાદ પ્રથમવાર આ આશ્રમમાં ગૂંજ્યો હતો

લોર્ડ લિનલિથગો ભૂતપૂર્વ ગવર્નર-જનરલ અને ભારતના વાઇસરોયે ગાંધીજીની ઝૂંપડીમાં હોટલાઇન ફોન રખાવ્યો હતો છે જેથી તેઓ ગાંધીજીનો કોઈપણ સમયે સંપર્ક કરી શકે. આઝાદીની લડત દરમિયાન બ્રિટિશરોને ભારત છોડવાની માગણી કરતાં 'ભારત છોડો' સૂત્રને સેવાગ્રામ આશ્રમમાં પ્રથમ વખત પોકારવામાં આવ્યું હતું. 9 જુલાઈ, 1942 ના રોજ સેવાગ્રામ ખાતે યોજાયેલી એક બેઠકમાંં 'ભારત છોડો' સૂત્ર યુસુફ મહેરઅલીના સૂત્ર 'ગો બેક, ક્વિટ ઈન્ડિયા'ના સૂચનને ધ્યાનમાં લીધા બાદ રચવામાં આવ્યું હતું.

ગાંધીજીએ ઝૂંપડીમાં રહી બ્રિટિશ સામ્રાજ્યને ઉખાડી ફેક્યું

રેકોર્ડ મુજબ ગાંધીજી ભારત છોડો શરૂ થયા પછી પણ સેવાગ્રામ આશ્રમમાં પરત ફર્યા હતાં. સેવાગ્રામ આશ્રમમાં જે વિકાસ થયો તે ભારતીય ઇતિહાસમાં અને આઝાદીની પ્રાપ્તિમાં ઊંડી અસર છોડે છે. બ્રિટિશ સામ્રાજ્યને એક ઝૂંંપડીમાંથી પડકારીને વર્ષો સુધી સંઘર્ષ કરીને ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. સેવાગ્રામ આશ્રમની મુલાકાત લેનાર દરેક નાગરિક રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવનાનો અનુભવ કર્યાં વિના રહી શકતો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.