ETV Bharat / bharat

મને જેલમાં રાખવામાં આવ્યો હતો, શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખનું નિવેદન - નીતિન દેશમુખ

મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ( Maharashtra Political Crisis ) ગયો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે પદ પરથી રાજીનામું આપી શકે છે. દરમિયાન શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ (Shiv Sena MLA Nitin Deshmukh) સુરતની હોટલમાંથી નાગપુર ભાગી ગયા છે. નાગપુર પહોંચેલા નીતિન દેશમુખે ગુજરાત પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. દેશમુખે કહ્યું કે મને જેલમાં રાખવામાં આવ્યો હતો.

શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે સુરત પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

author img

By

Published : Jun 22, 2022, 1:43 PM IST

Updated : Jun 22, 2022, 3:28 PM IST

નાગપુર: પ્રધાન એકનાથ શિંદે સાથે ગુજરાતમાં આવેલા ( Maharashtra Political Crisis )શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ બુધવારે (22 જૂન) સવારે નાગપુર એરપોર્ટ પર (Shiv Sena MLA Nitin Deshmukh)પહોંચ્યા હતા. તે બાદ જ તેણે તેની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, "મને કંઈ થયું નથી, હું સવારે ત્રણ વાગ્યે હોટેલમાંથી નીકળ્યો, તે સમયે ગુજરાતની પોલીસ આવી અને મને બળજબરીથી ઉપાડી ગયો અને 25 જેટલી હોસ્પિટલો ફેરવવામાં આવ્યો. મને બળજબરીથી ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું અને અફવા ફેલાવવામાં આવી હતી કે, મને હાર્ટ એટેક આવ્યો છે. તેમણે કહ્યું કે, હું બાળાસાહેબ અને ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો અને છું.

નીતિન દેશમુખ

મને બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો - મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ સુરતની(Shiv Sena MLA Nitin Deshmukh) હોટલથી નાગપુર ભાગી ગયા છે. નાગપુર પહોંચ્યા બાદ ધારાસભ્ય દેશમુખે કહ્યું કે 20 થી 25 લોકોએ મને હોસ્પિટલ લઈ ગયા બાદ બળજબરીથી ઈન્જેક્શન( Deshmukh allegations against Surat police)લગાવ્યા. તે ઇન્જેક્શન શું હતા, મને ખબર નથી. તેણે આગળ કહ્યું - મને બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે હું કંઈ સમજી શક્યો નહીં. હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો, શિવસેનામાં રહીશ.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસના MP, MLAને દિલ્હીનું તેડું, પરંતુ લલીત વસોયા રહ્યાં બાકાત

મહારાષ્ટ્રમાં સરકાર પર રાજકીય સંકટ - મહારાષ્ટ્રમાં સરકાર પર રાજકીય સંકટ ઘેરી બની રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો છે. રાજ્યના રાજકીય માહોલ વચ્ચે તેમણે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, મહારાષ્ટ્રમાં ચાલી રહેલું રાજકીય સંકટ વિધાનસભા ભંગ કરવા તરફ આગળ વધી રહ્યું છે. શિવસેના નેતા એકનાથ શિંદે પાર્ટીના 34 ધારાસભ્યો અને 7 અપક્ષ ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટી પહોંચ્યા છે.

સાંજે 5 વાગ્યે બેઠક બોલાવવામાં આવી - તમામ બળવાખોર ધારાસભ્યોને રેડિસન બ્લુ હોટલમાં રાખવામાં આવ્યા છે. આ દરમિયાન હોટલની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક બપોરે 1 વાગ્યે થઈ હતી. આ બેઠકમાં 8 મંત્રીઓ ગેરહાજર રહ્યા હતા, જેને જોતા શિવસેનાએ ધારાસભ્યોને વ્હીપ જાહેર કર્યો છે. સાંજે 5 વાગ્યે બેઠક બોલાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આપી શકે છે રાજીનામુ, કોરોના પોઝિટિવ આવ્યા બાદ કરાઈ વર્ચુઅલ બેઠક

ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ - મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારના (Maharashtra Political Crisis)ભવિષ્યને લઈને સસ્પેન્સ સતત વધી રહ્યું છે. એવા સમાચાર છે કે આજે ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી શકે છે. સંજય રાઉતે કહ્યું કે વિધાનસભા ભંગ કરી શકાય છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ થઈ ગયા છે. કમલનાથ હવે એનસીપી સુપ્રીમો શરદ પવારને મળવાના છે.

Last Updated : Jun 22, 2022, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.