નવી દિલ્હી: દેશને સેમિકન્ડક્ટર અને માઈક્રોપ્રોસેસર મેન્યુફેક્ચરિંગનું (Semiconindia Conference 2022) હબ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં ત્રણ દિવસીય ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સ સેમિકોન ઈન્ડિયાનું ઉદ્ઘાટન (PM Modi to inaugurate SemiconIndia conference) કરશે. ભારતની IT રાજધાની બેંગલુરુમાં આયોજિત થનારી ત્રણ દિવસીય ઈવેન્ટનો ઉદ્દેશ્ય તેને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે દેશમાં ચિપ ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ માટે લોન્ચિંગ-પેડ બનાવવાનો છે.
આ પણ વાંચો: PM મોદી આજે સુરતમાં Global Patidar Business Summit 2022નું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કરશે
ઈવેન્ટની થીમ: અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઇવેન્ટમાં ઉદ્યોગ સંગઠનો, સંશોધન સંસ્થાઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગના નેતાઓ ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની તકો, પડકારો અને નવીન ઉકેલો અંગે ચર્ચા કરશે. જે ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસને વેગ આપવા માટે મદદરૂપ સાબિત થશે. આ ત્રણ દિવસીય ઈવેન્ટની થીમ છે - ભારતના સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવા. ભારતમાં અને વિદેશમાં સેમિકન્ડક્ટર અને માઇક્રોપ્રોસેસર ઉદ્યોગમાં કેટલાક મોટા નામોની હાજરી જોવાની અપેક્ષા છે. તેમાં ઈન્ડો-યુએસ વેન્ચર પાર્ટનર્સના વિનોદ ધામ, માઈક્રોન ટેક્નોલોજીના પ્રેસિડેન્ટ અને સીઈઓ સંજય મેહરોત્રા, ઈન્ટેલ ફાઉન્ડ્રી સર્વિસિસના પ્રમુખ રણધીર ઠાકુર અને ઈન્ટેલ ઈન્ડિયાના કન્ટ્રી હેડ નિવૃતિ રાયનો સમાવેશ થાય છે.
સેમિકોનઈન્ડિયા કોન્ફરન્સ 2022: અધિકારીઓએ કહ્યું કે, કોન્ફરન્સ એ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનને સાકાર કરવા અને વૈશ્વિક સ્તરે તેની આકાંક્ષાઓ પ્રાપ્ત કરવા તરફનું પ્રથમ પગલું છે. આ ઇવેન્ટ વર્તમાન ક્ષમતાઓ, ટેક્નોલોજી વલણો, સંશોધન અને વિકાસમાં રોકાણ, ભારતમાં વર્તમાન અને ભાવિ બજારની તકો અને તે વૈશ્વિક સ્તરે સર્જાઈ રહેલી અપાર સંભાવનાઓ અને અસરને પ્રદર્શિત કરવામાં મદદ કરશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, રેલ્વે અને સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્યપ્રધાન રાજીવ ચંદ્રશેખર ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભાગ લેશે. જે લોકોને સાનુકૂળ વિકાસ વાતાવરણ માટે સરકારની નીતિ, પ્રતિભા અને ભૂમિકા અને પ્રયાસોથી વાકેફ કરશે.
સરકારની સહયોગી નીતિ અંગે ચર્ચા: સેમિકોન ઈન્ડિયા સમિટ 2022 માટે સ્ટીયરિંગ કમિટીમાં સ્ટાર્ટઅપ્સ, એકેડેમિયા અને વૈશ્વિક ઉદ્યોગના અગ્રણીઓ ભાગ લેશે. તેઓ ભારતની સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ મહત્વકાંક્ષાઓને બળ આપવા સરકારની સહયોગી નીતિ અંગે ચર્ચા કરશે. આ કોન્ફરન્સ ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિના ઔપચારિક લોન્ચ પેડ તરફ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. જે ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રે ભારતને વૈશ્વિક હબ બનાવવાની દિશામાં એક પહેલ છે.
આ પણ વાંચો: Jignesh Mevani Assam: જિગ્નેશ મેવાણીને આજે કોર્ટમાંથી રાહત મળે તેવી શક્યતા
નવીનતાઓની બૌદ્ધિક શક્તિનું પ્રદર્શન: ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના પ્રચારની સાથે સાથે દેશને વિશ્વના સેમિકન્ડક્ટર નકશા પર મૂકવામાં આવશે. આ વાઇબ્રન્ટ સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમની સ્થાપના તરફ એક મહત્વપૂર્ણ પગલું ચિહ્નિત કરશે. ગ્લોબલ સેમિકન્ડક્ટર કોન્ક્લેવ ભારતીય સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા મોટા પ્રોજેક્ટ્સ, સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા માઇક્રોપ્રોસેસર પ્રોગ્રામ્સ અને આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ (R&D) દ્વારા નવીનતાઓની બૌદ્ધિક શક્તિનું પણ પ્રદર્શન કરશે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્યપ્રધાન રાજીવ ચંદ્રશેખરે દેશને ઓપન સોર્સ માઈક્રોચિપ આર્કિટેક્ચર માટે ટેલેન્ટ સેન્ટર બનાવવા માટે ડિજિટલ ઈન્ડિયા RISC-V (રિસ્ક-ફાઈવ) પ્રોગ્રામ શરૂ કર્યો. જેનો ઉપયોગ કરીને IIT એ 32-બીટ માઇક્રોપ્રોસેસર SHAKTI બનાવ્યું છે અને જ્યારે C-DAC દ્વારા 64-બીટ માઇક્રોપ્રોસેસર VEGA વિકસાવ્યું છે.