- ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે સંગઠનમાં ફેરફાર શરૂ કર્યા
- ભાજપે સંગઠનમાં મહિલાઓની ભૂમિકા મજબૂત કરવા કરી હાકલ
- મહિલા મોરચા (BJP Women's Front) માટે રાષ્ટ્રીય કાર્યકારી (National Executive) જાહેર
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP)એ મહિલા મોરચાની રાષ્ટ્રીય પદાધિકારીઓના નામોની જાહેરાત કરી છે. પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડા (JP Nadda)એ આ નામની સત્તાવાર જાહેરાત કરી હતી. આ યાદીમાં અનુભવના આધારે મહિલાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો- ભાજપ યુવા મોરચામાં 35 વયથી નીચેના લોકો જ જોડાઈ શકશે: નિર્ણય
મહિલાઓને અનુભવના આધારે જવાબદારી સોંપાઈ
ભાજપે (BJP) મહિલાઓને તેમના કામ અને અનુભવના આધારે જવાબદારી સોંપી છે. ત્યારે માલતી રવા રોય (પશ્ચિમ બંગાળ), દર્શના સિંહ (ઉત્તરપ્રદેશ), મેધા કુલકર્ણી (મહારાષ્ટ્ર), રેખા ગુપ્તા (દિલ્હી), વિરેન્દર કૌર થાન્ડી (પંજાબ), જ્યોતિબેન પંડ્યા (ગુજરાત), પૂજા કપિલ મિશ્રાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (National Vice President) બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો- ટૂંક સમયમાં મોદી કેબિનેટનું થઈ શકે છે વિસ્તરણ, આ ચહેરાઓને મળી શકે છે સ્થાન
આ લોકોને રાષ્ટ્રીય મહામંત્રી બનાવાયાં
આ સાથે જ સુખપ્રીત કૌર (મધ્યપ્રદેશ), ઈન્દુ બાલા ગોસ્વામી (હિમાચલ પ્રદેશ), દિપ્તી રાવત (ઉત્તરાખંડ)ને રાષ્ટ્રીય મહામંત્રી (National General Secretary) બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત નિશા સિંહ (બિહાર), એનલા જમીર (નાગાલેન્ડ), રેખા કુમારી (જમ્મુ-કાશ્મીર), પદ્મજા મેનન (કેરળ), સંગીતા યાદવ (ઉત્તરપ્રદેશ), આરતી સિંહ (ઝારખંડ), ડો. ઐશ્વર્યા બિશ્વાલ (ઓડિશા)ને રાષ્ટ્રીય મંત્રી (National Minister) બનાવવામાં આવ્યાં છે.
મીડિયા પ્રભારી (Media In Charge) અને સોશિયલ મીડિયા (Social Media In Charge) પ્રભારીની પણ જવાબદારી સોંપાઈ
તો આ તરફ અનેક રાજ્યોમાં પ્રભારીની પણ જવાબદારીની સોંપણી કરવામાં આવી છે. આ રીતે લતિકા શર્મા (હરિયાણા)ને કોષાધ્યક્ષ (Treasurer), રશ્મિ શર્મા (દિલ્હી)ને કાર્યાલય પ્રભારી (Office in charge), નીતૂ ડબાસ (દિલ્હી)ને મીડિયા પ્રભારી (Media in charge), સુજાતા સાબત (ઓડિશા)ને સોશિયલ મીડિયા પ્રભારી (Social Media in charge) બનાવવામાં આવ્યાં છે.