- જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આતંકવાદી માર્યો ગયો
- આતંકવાદીઓએ સેના અને પોલીસ પેટ્રોલિંગ પર ગોળીબાર કર્યો
- ગુલઝારને 20 ઓક્ટોબરે સુરક્ષા દળોએ માર્યો
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના(Jammu and Kashmir) બારામુલ્લા જિલ્લામાં ગુરુવારે એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો (Killed a terrorist in the encounter)ગયો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે બારામુલ્લા જિલ્લાના (Baramulla District)ચેરદારીમાં આતંકવાદીઓએ સેના અને પોલીસ પેટ્રોલિંગ (Police patrolling)પર ગોળીબાર કર્યો. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ (Security forces)પણ જવાબી કાર્યવાહી કરી જેમાં એક આતંકવાદી માર્યો ગયો.આતંકવાદીના (Terrorist)મૃતદેહ પાસે એક પિસ્તોલ, ગોળીઓ અને એક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે.
આતંકવાદીની ઓળખ જાવેદ વાની તરીકે થઈ
કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે( Vijay Kumar)જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીની(Terrorist) ઓળખ જાવેદ વાની (Javed Wani)તરીકે થઈ છે અને તે કુલગામ જિલ્લાનો રહેવાસી હતો.
બિહારના બે કામદારોની હત્યામાં આતંકવાદી ગુલઝારને મદદ કરી
આ મહિનાની શરૂઆતમાં વાનપોહમાં બિહારના બે કામદારોની હત્યામાં આતંકવાદી ગુલઝારને મદદ કરી હતી. ગુલઝારને 20 ઓક્ટોબરે સુરક્ષા દળોએ માર્યો હતો.કુમારે દાવો કર્યો હતો કે વાની બારામુલ્લામાં એક દુકાનદારને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ પણ વાંચોઃ મોટી સફળતાઃ 5,000 કિમી દૂર સુધી પ્રહાર કરી શકે તેવી અગ્નિ-5 મિસાઈલનું સફળ પરિક્ષણ
આ પણ વાંચોઃ 'અમારી જીત થઈ, પેગાસસ લોકશાહી પર હુમલો', સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બોલ્યા રાહુલ ગાંધી