રામબન(જમ્મુ-કાશ્મીર): જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં, સુરક્ષા દળોએ તહસીલ ખારીના દૂરના પહાડી અને જંગલ વિસ્તારમાંથી શસ્ત્રો, દારૂગોળો અને આતંકવાદ સંબંધિત સામગ્રીનો સ્ટોક જપ્ત કર્યો છે. સામે આવેલી માહિતી પ્રમાણે વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈનપુટ મળ્યા બાદ આ મામલે ઝડપથી કાર્યવાહી કરતા, J&K પોલીસ અને 23 RR આર્મીએ જંગલ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આતંકીઓના ઠેકાણાનો પર્દાફાશ: આ ઓપરેશન દરમિયાન જંગલ વિસ્તારમાં શંકાસ્પદ છુપાયેલા સ્થળોની શોધ કરવામાં આવી હતી, જે સાંજ સુધી ચાલુ હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ એક શંકાસ્પદ આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો અને સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી. પોલીસે આ ઠેકાણામાંથી 7.62 એમએમના 256 કારતૂસ, 7.62 એમએમના 36 ખાલી કારતૂસ, એકે-47ના 5 મેગેઝીન અને 9 એમએમના 34 કારતૂસ જપ્ત કર્યા છે.
આ પણ વાંચો: MHA એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હનુમાન જયંતિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચન
હથિયારો અને દારૂગોળો જપ્ત: આ ઉપરાંત 9 એમએમના 1 ખાલી કારતૂસ, 9 એમએમના 2 ખાલી મેગેઝીન, 2 પિકા અમ્માન, 16 પીકા ખાલી કારતૂસ, 1 પીકા બેલ્ટ, 52 એમએમના 1 મોર્ટાર, 4 ડિટોનેટર, 2 ફૂટ કોર્ડેક્સ, 1 ચાકુ, 1 લેનટર્ન મળી આવ્યા હતા. આ સંતાકૂડમાંથી 1 ટેપ રેકોર્ડર, હેડફોન સાથેનો 1 વોકમેન, 1 એલએમજી એમએન બેલ્ટ બોક્સ અને 2 ઓળખ કાર્ડ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. આ સંબંધમાં બનિહાલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: Drugs Gang Busted : દિલ્હીમાં ડ્રગ્સનો વેપાર કરતી ગેંગનો પર્દાફાશ, 7 લોકોની ધરપકડ
બે મદદગારોની ધરપકડ: ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુરક્ષા દળોએ બારામુલા વિસ્તારમાં આતંકીઓના ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને અહીંથી ઘણી વસ્તુઓ મળી આવી હતી. અગાઉ પોલીસે બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે મદદગારોની ધરપકડ કરી હતી.