- ખોટા ફોન કોલથી મુંબઇ પોલીસ મુજવણમાં
- ફોન કોલ બાદ મુંબઈ પોલીસ સક્રિય સ્થિતિમાં
- પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને શોધખોળ હાથ ધરી
મહારાષ્ટ્ર (મુંબઈ): શુક્રવારે રાત્રે એક ફોન કોલથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. એક વ્યક્તિએ મુંબઈ પોલીસને ફોન કર્યો અને માહિતી આપી કે, જુહુમાં અમિતાભ બચ્ચનના બંગલા અને અન્ય ત્રણ જગ્યાએ બોમ્બ છે. ફોન કોલ બાદ મુંબઈ પોલીસ સક્રિય સ્થિતિમાં આવી હતી. મળતી માહિતી મુજબ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની સાથે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે બેની ધરપકડ કરી
જે સ્થળે ફોન કરનારા વ્યક્તિએ બોમ્બ વિશે માહિતી આપી હતી, ત્યાંથી પોલીસની ટીમ શોધમાં કંઈપણ શોધી શકી નથી. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, કોલ કરનારા વ્યક્તિએ અમિતાભ બચ્ચનના બંગલા, ભાયખલા, દાદર અને જુહુ જેવા સ્થળો પર બોમ્બ અંગે માહિતી આપી હતી. એવું કહેવામાં આવે છે કે, ફોન કરનારા નશામાં હતો અને તેણે નશો કરતી વખતે પોલીસને ફોન કરીને ખોટી માહિતી આપી હતી.
આ પણ વાંચો: સુશાંત આત્મહત્યા કેસઃ તપાસ માટે મુંબઇ પહોંચ્યાં પટનાના SP, BMCએ કર્યા ક્વોરોન્ટાઇન
ખોટ ફોન કોલને લઇને મુંબઇ પોલીસ એક્શનમાં
પોલીસે કલ્યાણ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ માહિતી બાદ સમગ્ર મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ATS થી લઈને ક્રાઈમ બ્રાન્ચ અને દરેક પોલીસ સ્ટેશન, પોલીસના દરેક યુનિટ સક્રિય થયા હતા. જ્યારે આ બાબતની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, તે ખોટો કોલ હતો. અધિકારીના જણાવ્યા અનુસાર 2 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
બે લોકોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી
પોલીસ અધિકારીએ કહ્યું કે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. બે લોકોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, સદીના મહાન નાયકના ઘર સહિત મુંબઈના ચાર સ્થળો પર બોમ્બની માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસ સક્રિય સ્થિતિમાં આવી હતી.