- મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત
- મહારાષ્ટ્રમાં આજે બુધવારથી મહા જનતા કરફ્યૂ
- આજે બુધવારથી મહારાષ્ટ્ર રાજ્યમાં કલમ 144 લાગુ થશે
મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિ હાલ ખરાબ છે. મહારાષ્ટ્રની હોસ્પિટલો પર ખૂબ દબાણ છે. જોકે તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન થશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, તેઓ બુધવારથી મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધ લગાવી રહ્યા છે. જે રાતના આઠ વાગ્યાથી લાગુ થશે. આજે બુધવારથી રાજ્યમાં કલમ 144 લાગુ થશે.
આ પણ વાંચોઃ કોરોનાનો કહેર: મહારાષ્ટ્રમાં વિકેન્ડ લોકડાઉન, સોમવારથી કડક પ્રતિબંધ કરાશે
આજે બુધવારથી 15 દિવસ સુધી રાજ્યવ્યાપી કરફ્યૂ રહેશે
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતુ કે, તેઓ તેને લોકડાઉન નહીં કહે, 14 એપ્રિલથી 15 દિવસ સુધી રાજ્યવ્યાપી કરફ્યૂ રહેશે. આ સમયગાળા દરમિયાન ફક્ત જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ઓક્સિજનની જરૂર છે. તેઓએ કેન્દ્ર સરકાર પાસે વધુ ઓક્સિજન સપ્લાયની માગ કરી છે. ઝડપથી રસીકરણ કરવું પડશે.
આજે બુધવારથી રાત્રે આઠ વાગ્યાથી મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવશેઃ ઉદ્ધવ ઠાકરે
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, આજે બુધવારથી રાત્રે આઠ વાગ્યાથી મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. આજે બુધવારથી સમગ્ર મહારાષ્ટ્રમાં અવર-જવર પર પ્રતિબંધ રહેશે. 14 એપ્રિલ એટલે કે આજે બુધવારે રાત્રે આઠ વાગ્યાથી બ્રેક ધ ચેન અભિયાન શરૂ થશે અને આગામી 15 દિવસ સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં કરફ્યૂ રહેશે. આવશ્યક સેવાઓ સિવાય તમામ કચેરીઓ બંધ રહેશે. તેમણે લોકોને અપીલ કરી હતી કે, જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, તેઓ રાજ્યમાં આરોગ્ય સુવિધાઓને સતત અપગ્રેડ કરી રહ્યા છે. તેમની પાસે તબીબી, ઓક્સિજન અને બેડની અછત છે અને રેમડેસીવીર ઇન્જેક્શનની માગ પણ વધી છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં નહીં લાગે લોકડાઉન, ઉદ્ધવ ઠાકરેએ કરી પુષ્ટિ