ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળના એકબાલપુર વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે અથડામણ થતા કલમ 144 લાગુ - પશ્ચિમ બંગાળમાં કલમ 144 લાગુ

પશ્ચિમ બંગાળના એકબાલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આજે કલમ 144 લાગુ (Section 144 Imposed In Ekbalpur) કરવામાં આવી છે. રવિવારે અહીં 2 અલગ-અલગ સમુદાયના જૂથો વચ્ચે અથડામણ (Clashes Between Two Communities In West Bengal) થઈ હતી.

પશ્ચિમ બંગાળના એકબાલપુર વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે અથડામણ બાદ વિસ્તારમાં કલમ 144 લાગુ

author img

By

Published : Oct 11, 2022, 7:45 AM IST

કોલકાતા : પશ્ચિમ બંગાળના એકબાલપુર વિસ્તારમાં 9 ઓક્ટોબરે 2 અલગ-અલગ સમુદાયના લોકોના બે જૂથો વચ્ચે થયેલી અથડામણ (Clashes Between Two Communities In West Bengal) બાદ કલમ 144 લાગુ (Section 144 Imposed In Ekbalpur) કરવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અથડામણ બાદ લોકો ડરી ગયા છે.

પશ્ચિમ બંગાળના એકબાલપુર વિસ્તારમાં કલમ 144 લાગુ : પશ્ચિમ બંગાળમાં રવિવારે હિંસાનીઘટના સામે આવી હતી.કોલકાતાના મોમીનપુર વિસ્તારમાં હિંસા થઈ હતી. આ ઘટના બાદ 2 સમુદાયો વચ્ચે તણાવ સર્જાયો હતો. આ હિંસા અંગે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. આ સાથે તેમણે ગૃહ મંત્રાલયને કેન્દ્રીય દળોને તૈનાત કરવા વિનંતી કરી છે.

પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટના સામે આવી : પશ્ચિમ બંગાળમાં એકબાલપુર, મોમીનપુર જેવા વિસ્તારોમાં ભારે હંગામો થયો છે. અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પથ્થરમારો અને બોમ્બ ફેંકવાની ઘટનાઓ પણ બની હતી. મોટી સંખ્યામાં લોકોએ એકબાલપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.