દેહરાદૂન: કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરના હાર્ડ લેન્ડિંગના વાયરલ વીડિયોની નોંધ (helicopter hard landing in Kedarnath) લેતા DGCAએ બે અલગ-અલગ એડવાઈઝરી જારી કરી છે. ડીજીસીએ હાર્ડ લેન્ડિંગ પર ભારે ચિંતા વ્યક્ત કરી છે. પ્રવાસન સચિવ દિલીપ જવાલકરે કહ્યું કે, આ વીડિયોને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. જોકે, કોઈ જાનહાની થઈ નથી, તે રાહતની વાત છે.
આ પણ વાંચો: AP SSC Exam Result: SSC પરીક્ષામાં ટ્વિન્સે મેળવ્યા 'ટ્વિન્સ' માર્કસ...!!
આ સાથે જ ચારધામ યાત્રા રૂટ પર ભારત સરકારની એડવાઈઝરી મુજબ સ્વચ્છતાનું એક મોટું અભિયાન પણ શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં તમામ વિભાગોની જવાબદારી લાદવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેદારનાથમાં હેલિકોપ્ટરના હાર્ડ લેન્ડિંગની ઘટના ગત 31 મેના રોજ બની હતી. આ અંગેનો એક સીસીટીવી ફૂટેજ ગતરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, પરંતુ આજ સુધી ન તો નાગરિક ઉડ્ડયન વિભાગે તેની નોંધ લીધી (Secretary Civil Aviation ordered an inquiry) કે ન તો ઉત્તરાખંડ પ્રવાસન વિભાગે તેની નોંધ લીધી.
આ પણ વાંચો: 7 સેકન્ડમાં ખેલ ખલ્લાસ, દીપડાએ એક ઘર બહાર જ પાલતુ શ્વાનને ફાડી ખાધો.. જુઓ વીડિયો..
મીડિયામાં આ સમાચાર દર્શાવ્યા બાદ હવે સવાલો ઉઠી રહ્યા છે. જે બાદ વિભાગીય અધિકારીઓની ઉંઘ ખુલી છે. તપાસનો મામલો (inquiry into helicopter hard landing in Kedarnath ) જણાવવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ ટીકીટ વિતરણને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. હજુ સુધી પ્રવાસન વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.