ETV Bharat / bharat

જલદી આધારને PAN સાથે કરી દો લિંક, નહીં તો 30 સપ્ટેમ્બર બાદ નહીં કરી શકો ટ્રાન્ઝેક્શન - undefined

માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ રોકાણકારોને ચેતવ્યા છે કે તેઓ 30 સપ્ટેમ્બર સુધી પોતાના PANને આધારકાર્ડ સાથે લિંક કરે, જેથી સિક્યુરિટી માર્કેટમાં તેમના રોકાણની પ્રોસિસિંગમાં કોઈ મુશ્કેલી ના થાય.

SEBIએ 30 સપ્ટેમ્બર, 2021 પહેલા આધાર નંબરને પરમનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) સાથે લિંક કરવાનું રિમાઇન્ડર આપ્યું

author img

By

Published : Sep 4, 2021, 2:07 PM IST

  • SEBIનું આધાર નંબરને PAN સાથે લિંક કરવાનું રિમાઇન્ડર
  • PAN અને આધાર લિંક નહીં હોય તો નહીં થઈ શકે કોઈપણ ટ્રાન્ઝેક્શન
  • PAN-આધાર 30 સપ્ટેમ્બર સુધીમાં લિંક નહીં થાય તો PAN કાર્ય કરવાનું બંધ કરી દેશે

CBDTએ 13 ફેબ્રુઆરી, 2020ના રોજ જારી કરેલા નોટિફિકેશનમાં કહ્યું હતું કે જો 1 જુલાઈ, 2017 સુધી જારી કરાયેલ PANને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ નકામું થઈ જશે. SEBIએ તમામ કંપનીઓને 30 સપ્ટેમ્બર 2021 પહેલા તમામ પાન કાર્ડને આધાર નંબર સાથે જોડવાની ખાતરી કરવા કહ્યું છે. આમ, જો તમે હજુ સુધી તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો આવનારા સમયમાં તમારી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો PANને આધાર સાથે લિંક કર્યું હશે તો જ કોઈપણ ટ્રાન્જેક્શન કરી શકાશે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ રોકાણકારોને નિરંતર ટ્રાન્ઝેક્શન માટે 30 સપ્ટેમ્બર, 2021 પહેલા તેમના આધાર નંબરને પરમનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) સાથે લિંક કરવાનું રિમાઇન્ડર આપ્યું છે.

PAN કામ કરવાનું બંધ કરી દેશે, નહીં થઈ શકે કોઈપણ ટ્રાન્ઝેક્શન

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ની સૂચના અનુસાર, જો 30 સપ્ટેમ્બર સુધીમાં PANને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો PAN કામ કરવાનું બંધ કરી દેશે. જો PAN નહીં હોય તો કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. CBDT એ 13 ફેબ્રુઆરી 2020ના રોજ જારી કરેલા નોટિફિકેશનમાં કહ્યું હતું કે જો 1 જુલાઈ 2017 સુધી જારી કરાયેલ PAN ને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો પાન કાર્ડ બેકાર થઈ જશે.

કોને અપાઈ આ નિયમમાંથી છૂટ?

માર્કેટ રેગ્યુલેટર સેબીએ તમામ કંપનીઓને 30 સપ્ટેમ્બર 2021 પહેલા તમામ પાન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરવા જણાવ્યું છે. ઇનકમ ટેક્સ એક્ટ 1961ની કલમ 139AA મુજબ, માત્ર આસામ, જમ્મુ અને કાશ્મીર, મેઘાલય અને એનઆરઆઈ અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ રીતે PAN આધાર સાથે લિંક કરો

સૌથી પહેલા તમારે https://www.incometax.gov.in/iec/foportal લિંક પર ક્લિક કરવાનું રહેશે. જો તમે રજીસ્ટર્ડ નથી, તો પહેલા રજીસ્ટ્રેશન કરો. તમારો યુઝર આઈડી PAN હશે. -તમારા યુઝર આઈડીથી લોગીન કરો અને તમારી જન્મ તારીખ પાસવર્ડ હશે. આ પછી એક વિન્ડો પોપઅપ થશે. જેમાં લખવામાં આવશે કે તમારા PANને આધાર સાથે લિંક કરો. જો તે પોપ અપ ના થાય તો મેનુ બારની પ્રોફાઈલ સેટિંગ્સમાં જઈને Link Aadhaar પર ક્લિક કરો. અહીં તમારું નામ, જન્મ તારીખ, બધું તમારા PAN મુજબ હશે. PANની ડિટેલ્સ વેરિફાય કરો. જો કોઈ ભૂલ હોય તો તેને સુધાર્યા પછી તેને લિંક કરો, પરંતુ જો બધી ડિટેલ્સ સાચી હોય તો Link Now બટન પર ક્લિક કરો. આ પછી એક વિન્ડો પોપઅપ થશે જેમાં લખવામાં આવશે કે આધારને PAN સાથે લિંક કરવામાં આવ્યું છે.

For All Latest Updates

TAGGED:

Bank story
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.