ETV Bharat / bharat

BBC Documentary Controversy: જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી કરશે BBC ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ, 4 વિદ્યાર્થીઓની અટકાયત - સોશિયલ મીડિયા પર આમંત્રણપત્ર જાહેર

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં બુધવારે સાંજે 6 વાગ્યે PM નરેન્દ્ર મોદી પર BBC ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. SFIએ ટ્વિટર પર આ આ અંગે પેમ્ફલેટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓને સાંજે 6 વાગ્યે જામિયાના ગેટ નંબર 8 પર પહોંચવા અપીલ કરવામાં આવી છે, જ્યાં BBCની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવશે.

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી કરશે બીબીસી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ

author img

By

Published : Jan 25, 2023, 5:01 PM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે PM મોદી પર બનાવવામાં આવેલી BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મુક્યા બાદ વિવાદ સતત વધી રહ્યો છે. જામિયા મિલિયા ઇસ્લામિયા સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા બુધવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદી પર આધારિત BBC ડોક્યુમેન્ટરી બતાવવામાં આવશે.

લોકો અને વિદ્યાર્થીઓને સ્થળ પર પહોંચવા અપીલ: SFIએ આ અંગે સોશિયલ મીડિયા પર આમંત્રણપત્ર જાહેર કર્યું છે. લોકો અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓએ સાંજે 6 વાગ્યા સુધીમાં જામિયાના ગેટ નંબર 8 પર પહોંચી જવું, જ્યાં બીબીસીની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવશે.

  • The students were detained without any prior notice. Their phones snatched away. The whereabouts of the students is unknown. pic.twitter.com/Jym5p5GEll

    — SFI- Jamia Millia Islamia (@JmiSfi) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિદ્યાર્થીઓની અટકાયત: અહીં બીજી તરફ SFIનો આરોપ છે કે દિલ્હી પોલીસે તેના કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી છે, જામિયાના વિદ્યાર્થીઓ અઝીઝ, નિવેદ્ય, અભિરામ અને તેજસને પોલીસે અટકાયતમાં લીધા છે. SFI સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી રહ્યું છે કે પોલીસ ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ કરવા દેશે નહીં. વિદ્યાર્થીઓએ મોટું પ્રદર્શન કરવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓના પ્રદર્શનને જોતા પોલીસે સુરક્ષા વધારી દીધી છે.

આ પણ વાંચો: BBC Documentary Controversy: JNU પ્રશાસને BBC ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનીંગ રોકવા લાઇટોના કનેક્શન કાપ્યા

જેએનયુમાં હંગામો થયો: ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે જેએનયુમાં બીબીસી ડોક્યુમેન્ટરી બતાવવાને લઈને વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. સ્થિતિ એવી બની કે વિદ્યાર્થીઓએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો. હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તે જ સમયે, જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનની અધ્યક્ષ આઈશી ઘોષે કહ્યું છે કે તે બીબીસી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ બતાવશે.

આ પણ વાંચો: Rahul Gandhi on BBC Documentary: સત્ય હંમેશા બહાર આવે છે, તેને રોકી શકાય નહિ : રાહુલ ગાંધી

સરકારે બીબીસીની ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો: ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે ભારત સરકારે બીબીસીની આ ડોક્યુમેન્ટ્રીને પ્રચારનો ભાગ ગણાવીને રદ કરી દીધી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ડોક્યુમેન્ટ્રી પ્રચાર માટે બનાવવામાં આવી છે, તે ઉદ્દેશ્યનો અભાવ દર્શાવે છે. મંત્રાલયે કહ્યું કે આ સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે. જો કે, તેને રોકવાના સરકારના નિર્ણયની વિરોધ પક્ષોએ ટીકા કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ ગણાવવામાં આવી છે. જેમાં ગુજરાત રમખાણોમાં પીએમ મોદીની કથિત ભૂમિકાની વાત કરવામાં આવી છે. જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.