નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલતે બુધવારે જ્ઞાનવાપી મસ્જિદ સમિતિની એક અરજીને પુનઃસ્થાપિત કરી છે. જેનો તેણે સોમવારે અજાણતા નિકાલ કર્યો હતો. જ્યારે તેને 26 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે વારાણસી જિલ્લા અદાલતના આદેશથી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા જ્ઞાનવાપી મસ્જિદના વ્યાપક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં પહેલાથી બનેલા મંદિર પર મસ્જિદ બનાવવામાં આવી હતી કે કેમ તે સુનિશ્ચિત કરવામાં આવે છે.
સર્વે પર સ્ટેની માંગ : વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ જ્ઞાનવાપી મસ્જિદની કમિટી ઓફ મેનેજમેન્ટ અંજુમન ઈન્તેઝામિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ દલીલ કરી હતી કે, કોર્ટે તેની વચગાળાની અરજીને બદલે સોમવારે મુખ્ય અરજીનો નિકાલ કર્યો હતો જે ASI સર્વે પર સ્ટેની માંગ કરતી હતી.
SLP અરજીનો નિકાલ : અહમદીએ ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી. તેઓએ કહ્યું કે, સોમવારના આદેશમાં સુધારાની જરૂર છે. કોર્ટે આકસ્મિક રીતે મુખ્ય વિશેષ રજા અરજીનો નિકાલ કર્યો હતો. તેણે માત્ર વચગાળાની અરજી દાખલ કરી હતી.
મસ્જિદ સમિતિની અરજી : આ દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે ASI સર્વે સામે મસ્જિદ સમિતિની અરજી પર ફરીથી સુનાવણી શરૂ કરી. અહમદીએ કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટ આ મામલાની સુનાવણી કરી રહી છે અને SLP ઓર્ડર 7 નિયમ 11 મુદ્દાની વિરુદ્ધ હતી. જેની સોમવારે કોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી ન હતી. તેઓએ નિર્દેશ કર્યો હતો કે, હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી શકાય છે કે તેમની અપીલ ફગાવી દેવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશે આદેશ સુધાર્યા : ઉત્તર પ્રદેશ સરકાર અને ASI નું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી. તેઓએ કહ્યું કે, તેમની પાસે મસ્જિદ સમિતિના SLP ના પુનઃસ્થાપન માટે કોઈ નથી. મહેતાએ કહ્યું કે, જેનો નિકાલ કરવામાં આવ્યો છે તે IA છે SLP નહીં. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે આદેશને સુધાર્યો હતા. તેઓએ સ્પષ્ટતા કરી કે નિકાલ કરાયેલ બાબત હકીકતમાં IA હતી. અગાઉ ધાર્યા મુજબ SLP નથી. મસ્જિદ સમિતિએ SLP માં સિવિલ પ્રોસીજર કોડના આદેશ VII નિયમ 11(c) હેઠળ વારાણસી જિલ્લા કોર્ટમાં હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરાયેલા દાવાને બરતરફ કરવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી.