ETV Bharat / bharat

SCએ રાજ્યો પાસેથી સેક્સ વર્કરોની જીવન સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો

author img

By

Published : Sep 2, 2022, 10:46 PM IST

સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો પાસેથી સેક્સ વર્કરોના જીવનની સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, સેક્સ વર્કર્સ તેમના વ્યવસાયને ધ્યાનમાં લીધા વિના, સન્માન સાથે જીવવા માટે લાયક છે.Supreme Court ,Survey On Sex Worker, Sex Worker Life,Supreme Court order

SCએ રાજ્યો પાસેથી સેક્સ વર્કરોની જીવન સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો
SCએ રાજ્યો પાસેથી સેક્સ વર્કરોની જીવન સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે (Supreme Court ) તમામ રાજ્યોને સેક્સ વર્કરોની જીવન (Sex Worker Life) સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે, એક સર્વે (Survey On Sex Worker) હાથ ધરવા અને 12 અઠવાડિયાની અંદર સર્વોચ્ચ અદાલતને અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ(Supreme Court order) આપ્યો છે.

કલમ 21 મુજબ: જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ CT રવિકુમારની ખંડપીઠે દાખલ કરેલી અરજીની સુનાવણી કરી રહી હતી.જેમાં કલમ 21 મુજબ સેક્સ વર્કરોને સન્માન સાથે જીવવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ જણાવવામાં આવી હતી. અગાઉની સુનાવણીમાં રાજ્યો પાસેથી સેક્સ વર્કરોના પુનર્વસનને લઈને રિપોર્ટ માંગવામાં આવ્યો હતો પરંતુ પશ્ચિમ બંગાળ સિવાય અન્ય કોઈ રાજ્યએ તેને રજૂ કર્યો ન હતો.

આ પણ વાંચો:કેજરીવાલનું એલાન, 300 યુનિટ વીજળી ફ્રી અને જૂના વીજબિલ માફ

સુપ્રીમ કોર્ટને આજે કહેવામાં આવ્યું હતું કે, કોર્ટના નિર્દેશ મુજબ સેક્સ વર્કરની અટકાયત કરી શકાતી નથી, પરંતુ તેને જેલમાં રાખવામાં આવે છે. કોઈને તેને મળવાની પરવાનગી નથી. જવાબમાં, કોર્ટે રાજ્યોને દાવાઓની પુષ્ટિ કરવા માટે સર્વે હાથ ધરવા આદેશ આપ્યો. કોર્ટે સરકાર પાસેથી આ મામલે બિલની સ્થિતિ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની પ્રગતિ અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકી ન હતી.

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડના જામીન મંજૂર કર્યા, સરકારને સવાલ

સન્માન સાથે જીવવાનો અધિકાર:કોર્ટે કહ્યું, 'તમે બેન્ચના આદેશો સાથે રમી શકતા નથી. તમે નિવેદન આપો કે તમે 2 અઠવાડિયામાં તેમની (અરજીકર્તા) સાથે બિલ શેર કરશો, નહીં તો અમે કેબિનેટ સચિવને કોર્ટમાં બોલાવીશું. આપણે પારદર્શિતાના યુગમાં છીએ. તેમની સાથે બિલ શેર કરવામાં નુકસાન શું છે. આ મામલે 12 અઠવાડિયા પછી ફરી સુનાવણી થશે. આ મામલામાં કોર્ટે આ વર્ષની શરૂઆતમાં આદેશ આપ્યો હતો કે સેક્સ વર્કરોને પણ સન્માન સાથે જીવવાનો અધિકાર છે, પછી ભલે તે કોઈ પણ વ્યવસાય હોય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.