નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચુડે શુક્રવારે મૂકબધિર વકિલો અને પ્રતિવાદીઓને ન્યાયિક કાર્યવાહી સમજવામાં મદદ મળે તે માટે એક સાંકેતિક ભાષા દુભાષિયાની નિમણૂંક કરી હોવાની જાહેરાત કરી છે. મુખ્ય ન્યાયધીશે કાર્યવાહીના પ્રારંભે કહ્યું કે, 'સુપ્રીમકોર્ટે આજે દુભાષિયાની નિમણૂક કરી છે.' એક વકીલે કહ્યું, 'આ એક ઐતિહાસિક ક્ષણ છે.' CJIએ કહ્યું કે તેઓ બંધારણીય બેંચની સુનાવણી માટે સાંકેતિક ભાષાના દુભાષિયાની નિમણૂક કરવા માંગે છે.
સાંકેતિક ભાષાના દુભાષિયાની નિમણૂંક: મુખ્ય ન્યાયધીશની અધ્યક્ષતા વાળી પીઠે 22 સપ્ટેમ્બરે દિવ્યાંગ વ્યક્તિઓ (PwD)ના અધિકારો સાથે સંબંધીત એક મામલામાં સાંકેતિક ભાષા દુભાષિયા સૌરવ રોય ચૌધરીના માધ્યમથી મુકબધિર વકીલ સારા સનીની સુનાવણી કરી હતી. વકીલો અને બાર સમૂહે આ અંગે ખુશી વ્યક્ત કરીને આ પગલાની પ્રશંસા કરી હતી. સુપ્રીમકોર્ટે એક મુકબધિર વકીલને સાંકેતિક ભાષા દુભાષિયાના માધ્યમથી એક મામલામાં દલિલ કરવાની મંજુરી આપી હતી.
મૂકબધિર વકીલોને મળશે રાહત: CJI ચંદ્રચુડ દિવ્યાંગોને ન્યાય વિતરણ પ્રણાલી સુધી પહોંચ આપવા પ્રત્યે સંવેદનશીલ છે. દિવ્યાંગો સામે આવનારી મુશ્કેલીઓને સમજવાના ઉદ્દેશ્યથી ગત વર્ષે મુખ્ય ન્યાયધીશે એક સુપ્રીમકોર્ટ સમિતિની પણ રચના કરી હતી. વિશેષ રૂપથી દિવ્યાંગ વ્યક્તિઓ સુધી પહોંચ વધારવા માટે ઉચ્ચ અદાલત પરિસરમાં ઘણાં માળખાકીય ફેરફાર કર્યા છે.
દુભાષિયા કાર્યવાહી સમજાવશે: મહત્વપૂર્ણ છે કે, હાલમાં જ દિલ્હી હાઈકોર્ટે પણ સાંકેતિક ભાષાના દુભાષિયાઓની સેવાઓ લીધી છે કે, જેનાથી મુકબધિર લોકો કાયદાકીય કાર્યવાહીને સારી અને સાચી રીતે સમજી શકે. જેથી સાંકેતિક ભાષાના બે દુભાષિયા હાથની મુદ્રાઓના માઘ્યમથી સાંભળવામાં પરેશાનીનો સામનો કરનારા લોકોને ન્યાયાલયની કાર્યવાહી સમજાવશે.
આ પણ વાંચો