ETV Bharat / bharat

SBI on Loan to Adani : SBI એ અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન પર આપ્યું છે મોટું નિવેદન

અદાણી ગ્રુપને (Adani Group) આપવામાં આવેલી લોન અંગે SBIએ મોટી માહિતી આપી છે. કહેવામાં આવ્યું છે કે, અદાણીને આપવામાં આવેલી લોનથી બેંક (SBI on Loan to Adani) પર કોઈ અસર નહીં થાય. ચેરમેન દિનેશ ખરાએ જણાવ્યું હતું કે, SBIની કુલ લોનમાં અદાણી જૂથનો હિસ્સો માત્ર 0.9 ટકા છે.

SBI on Loan to Adani : SBI એ અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન પર આપ્યું છે મોટું નિવેદન
SBI on Loan to Adani : SBI એ અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન પર આપ્યું છે મોટું નિવેદન
author img

By

Published : Feb 3, 2023, 10:34 PM IST

મુંબઈ : SBIના ચેરમેને સ્પષ્ટપણે કહ્યું છે કે, અદાણી જૂથને તેની લોનની પ્રતિબદ્ધતાઓ પૂરી કરવામાં અમને કોઈ પડકાર દેખાતો નથી. તેમણે કહ્યું કે, અમે શેરના બદલામાં જૂથને કોઈ લોન આપી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, SBI દ્વારા આપવામાં આવેલી કુલ લોનમાંથી અદાણીનો હિસ્સો એક ટકાથી ઓછો એટલે કે 0.9 ટકા છે.

SBIએ આ જૂથને શેરના બદલામાં કોઈ લોન આપી નથી : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શુક્રવારે કહ્યું કે, તેણે અદાણી જૂથની કંપનીઓને લગભગ 27,000 કરોડ રૂપિયાની લોન આપી છે, જે કુલ વિતરિત લોનના માત્ર 0.9 ટકા છે. ચેરમેન દિનેશ ખરાએ જણાવ્યું હતું કે, બેંકને એ સમજાતું નથી કે અદાણી જૂથ તેની દેવાની જવાબદારી પૂરી કરવામાં કોઈ પડકારનો સામનો કરી રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, SBIએ આ જૂથને શેરના બદલામાં કોઈ લોન આપી નથી.

આ પણ વાંચો : Fitch Ratings on Adani: ફિચ રેટિંગે અદાણી ગ્રુપને આપી મોટી રાહત, હાલ કોઈ અસર નહિ

અદાણી જૂથના પ્રોજેક્ટ્સ : ખારાએ જણાવ્યું હતું કે, અદાણી જૂથના પ્રોજેક્ટ્સને લોન આપતી વખતે ભૌતિક સંપત્તિ અને યોગ્ય રોકડ પ્રવાહને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, આ જૂથનો બાકી લોન ચૂકવવાનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. SBIના વડાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રૂપના શેરમાં થયેલા તીવ્ર ઘટાડાથી ધિરાણ આપતી સંસ્થાઓને ફટકો પડે તેવી આશંકા વચ્ચે જૂથે લોનને રિફાઇનાન્સ કરવા માટે કોઈ વિનંતી કરી નથી.

ચાલુ નાણાકીય વર્ષ 2022-23 : અગાઉ દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ (2022-23) ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં તેમનો ચોખ્ખો નફો 62 ટકા વધીને રૂપિયા 15,477 કરોડ થયો છે. બેંકે શુક્રવારે આ જાણકારી આપી. સ્ટેન્ડઅલોન ધોરણે SBIનો ચોખ્ખો નફો ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને રૂપિયા 14,205 કરોડ થયો હતો જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂપિયા 8,432 કરોડ હતો અને અગાઉના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂપિયા 13,265 કરોડ હતો.

આ પણ વાંચો : G-20 Summit 2023: G-20ના સમાપન પર બાંગ્લાદેશે રોહિંગ્યાનો મુદ્દો ઉઠાવ્યો, પરત ફરવા માટે ભારત પાસે માંગી મદદ

ક્વાર્ટરમાં નોન-પરફોર્મિંગ એસેટ્સ : સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલી માહિતીમાં બેંકે કહ્યું કે, ત્રીજા ક્વાર્ટરમાં તેની કુલ આવક રૂપિયા 98,084 કરોડ રહી, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂપિયા 78,351 કરોડ હતી. આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં બેન્કનો ઓપરેટિંગ ખર્ચ રૂપિયા 24,317 કરોડ રહ્યો હતો. અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 20,839 કરોડ હતો. ક્વાર્ટરમાં નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) માટેની જોગવાઈ લગભગ અડધી થઈને રૂપિયા 1,586 થઈ ગઈ છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરના ભાવ ઘટવા લાગ્યા છે. જોકે, ફિચ રેટિંગ એજન્સીએ કંપનીને આશ્વાસન આપતો રિપોર્ટ આપ્યો છે. મૂડીઝે તેના અહેવાલમાં એમ પણ કહ્યું છે કે, અદાણી જૂથને એક-બે વર્ષ સુધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.