ન્યુઝ-ડેસ્ક:મોબાઈલ સ્ક્રીનની બ્લુ લાઈટ, જંક ફુડ અને ખરાબ જીવનશૈલી શરીરની સાથે ત્વચાને પણ નુક્સાન પહોંચાડે છે. જેના કારણે ઉંમરની પહેલા ત્વચા બેજાન, ખરબચડી અને ત્વચામાં કરચલીઓ દેખાવવા લાગે છે. ભલે તમને તમારા ચેહેરા પર બારીક કરચલી અને રેખાઓ દેખાય તો પણ તેની સંભાળ કરવી જોઈએ જેના કારણે આપણે તેના દ્વારા થતા નુક્સાનથી બચી શકીએ.
એન્ટીં-એજિંગ ઉપચાર શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય
બેજાન અને કરચલીવાળી ત્વચા તમારી ઉંમર દર્શાવે છે. પ્રોફિલો, એક નવી ત્વચા જૈવ-રીમોડેલિંગ પ્રક્રિયા, પરિપક્વ અને ઉંમર વધારવા વાળી ત્વચાને જીવનનો એક નવો આકાર આપવા માટે ઉલ્લેખનીય રસ્તો છે. પ્રોફિલો એક હાયલ્યુરોનિક એસિડ આધારિત ત્વચાની પ્રક્રિયા છે, જે કોલેજન અને ઈલાસ્ટિન ઉતપન્ન કરવા માટે ત્વચાની ક્ષમતાને ગૈલ્વનાઇઝ કરવા માટે કામ કરે છે. આ દ્વારા ત્વચાની ચમક અને સુગમતા પાછી આવે છે.
હાયલ્યુરોનિક એસિડ ત્વચામાં પ્રાકૃતિક રીતે મળી આવતું એક હાઈડ્રોફિલિક પદાર્થ છે, જેની ઉપસ્થિતી ત્વચાના બાહ્ય મૈટ્રિક્સના સ્વાસ્થ્ય અને મોઈસ્ચર બનાવી રાખવાની ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ-તેમ આપણા શરીરમાંથી હાયલ્યુરોનિક એસિડનો પ્રાકૃતિક ભંડાર ઓછો થતા જાય છે. જેના કારણે ત્વચા ઢીલી પડતી જાય છે અને તેની ચમક પણ ઓછી થતી જાય છે.
ઈન્ટરનેટ પણત્વચાને લગતી ઘણી માહિતી ઉપલબ્ધ છે. બ્યુટી એક્સપર્ટના પ્રમાણે આપણે આપણી ત્વચાની સંભાળ 29 વર્ષની વયે શરૂ કરવી જોઈએ જેથી આગળ જઈને તેમને કરચલીઓનો સામનો ના કરવો પડે. તમે જેટલી જલ્દી તમારી ત્વચાની કાળજી લેવાની શરૂ કરશો એટલી જ જલદી તેનો અસર જોવા મળશે.
કેવી હોવી જોઈએ એન્ટી એજીંહ સ્કિન કેર
તમારી સુંદરતાની ધ્યાનમાં રાખીને ડર્મેટોલોજીસ્ટ અથવા બ્યુટી એક્સપર્ટ સાથે ત્વચાના રક્ષણ માટે પ્લાન બનાવો જોઈએ. ડર્મેટોલોજીસ્ટ પહેલા તમારી ત્વચાની તકલીફની તપાસ કરશે અને પછી તમને પ્લાન આપશે જે તમારી તમારી ત્વચાનો પ્રકાર, વય અને ખાણીપીણીની આદતો પર આધારીત હશે.
1) તાપથી બચો
તમારી તમારી ત્વચાને સૂર્યના હાનિકારક યુવી રેન્જ એટલે કે સૂર્યના કિરણોથી બચાવી જોઈએ. 20 થી 30 વર્ષની ઉંમર વચ્ચે આ સૂર્ય કિરણો તમારી ત્વચાને નુક્સાન પહોંચાડે છે અને સાથે લાંબા સમય બાદ તેનો અસર ચહેરા પર કરચલીઓના રૂપમાં દેખાય છે. સૂર્યાના કિરણોના કારણે જ્યારે તમારી ત્વચાને નુક્સાન પહોંચે છે ત્યારે તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ. તે તમને માઈક્રોડર્માબ્રેશન, કેમિકલ પીલ, લેઝર થેરાપી, અને રેટિનોઇડ્સની મદદથી તમારી ત્વચાનો ઈલાજ કરશે
2) ટોપિકલ ક્રિમ્સ
તમારા ડર્મેટોલોજીસ્ટ તમને ચેહેરાની બારીક લાઈનો અને કરચલીઓ દૂર કરવા માટે દુકાનમાં ઉપલબ્ધ ક્રિમની પણ સલાહ આપી શકે છે. એન્ટી એજિંગ ક્રિમમાં રેટિનોલ, આલ્ફા અને બીટા હાઇડ્રોક્સી એસિડ, વિટામીન A અને C મળે છે. આના દ્રારા મૃત કોષોને હટાવીને નવા કોષો ઉત્પન કરી શકાય છે. જેના દ્વારા તમે સ્વસ્થ્ય અને મુલાયમ ત્વચા મેળવી શકો છો.
3) લેઝર દ્વારા સારવાર
લેઝર પદ્ધતિ વાસ્તવમાં ત્વચાના નવા કોષો અને કોલેજનના પ્રાકૃતિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે. ટ્રીટેડ ત્વચા કોશિકાઓ અને કોલેજનના ઉત્પાદનને વધારવા ઉપરાંત આ સારવાર દ્વારા ડાઘા, હાઈપરપિગ્મેંટેશન અને ઝીણી રેખાઓને ઓછી કરે છે. તમારો ડર્મેટોલોજીસ્ટ આ વિશે માર્ગદર્શન આપવામાં સક્ષમ હશે કે, તેમને સર્વોત્તમ સંભવ પરિણામ મેળવવા માટે કેટલી સિંટીંગની જરૂરત છે
4) ડર્મલ ફિલર્સ
ઉંમર અને કોલેજનની ઉણપને કારણે ચેહેરાનો આકારમાં બદલાવ આવે છે. આના ઈલાજ માટે ડર્મલ ફિલર્સનો ઉપયોગ કરવામાં આવે છે. ડર્મેટોલોજીસ્ટ કરચલીઓ ભરવા માટે જેમાં તમારા ચેહેરામી આસપાસ અને આંખોની નીચેનો ભાગ પણ સામેલ છે, આ ડર્મલ ફિલર્સનો પ્રયોગ કરે છે. આ ગાલોના ખાડાને ભરવામાં મદદ કરે છે. ડર્મલ ફિલર્સ સામાન્ય રીતે 6 મહિના અને એક વર્ષની વચ્ચે રહે છે.
5) માઇક્રોડર્માબ્રેશન
કરચલીઓને દુર કરવા માટે આ સારવાર પ્રભાવિત સાબિત થઈ શકે છે, જે મેલાસ્મા, ડાઘા, અને સુરજની ક્ષતીનો ઈલાજ કરી શકે છે. આ ઉપચાર પ્રક્રિયામાં તમારા ડર્મેટોલોજીસ્ટ તમારી ત્વચા પર એક રાસાયણીક પદાર્થના નાના કણો સ્પ્રે કરવા માટે એક ઉપકરણનો ઉપયોગ કરશે. આ ત્વચાને પૂન: ઉત્પન્ન કરવા માટે સક્ષમ કરશે, જેના દ્રારા ઉંમર વધવાના કેટલાક લક્ષણ ધીમા પડી શકે છે.