- આજે શનિ સંબંધિત એક ખગોળીય ઘટના બનશે
- આ ઘટના દરેક માટે આકર્ષણનું કારણ બનશે
- સવારે 11.30 વાગે પૃથ્વીની સૌથી નજીક શનિ ગ્રહ આવશે
ભુવનેશ્વર (ઓડિશા) : શનિ એક એવો ગ્રહ છે જેના રહસ્યો દરેક જાણવા માંગે છે. આ વખતે શનિ સંબંધિત એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. જે દરેક માટે આકર્ષણનું કારણ બનશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આજે સોમવારે સવારે 11.30 વાગે પૃથ્વીની સૌથી નજીક શનિ ગ્રહ આવશે.
સમગ્ર વિશ્વમાં લોકો શનિને નરી આંખે જોઈ શકશે
ઓડિશામાં સામંત પ્લેનેટેરિયમના ડેપ્યુટી ડિરેક્ટર સુવેંદુ પટનાયકે જણાવ્યું હતું કે, શનિ અને પૃથ્વી એક વર્ષમાં 2 ઓગસ્ટના રોજ સવારે 11:30 વાગે એકબીજાની સૌથી નજીક હશે. તે સમયે જ્યાં પણ રાત હશે, સમગ્ર વિશ્વમાં લોકો શનિને નરી આંખે જોઈ શકશે.
ક્યાંથી જોઈ શકાશે શનિ ?
શનિની આ સ્થિતિ 1 ઓગસ્ટથી શરૂ થશે અને 2 ઓગસ્ટના રોજ ભારતીય સમયઅનુસાર સવારે 11:30 વાગે ચરમસીમાએ પહોંચશે. 1 ઓગસ્ટના સૂર્યાસ્ત પછી શુક્ર પણ પશ્ચિમમાં અસ્ત થશે.
આ પણ વાંચો : ભાવનગરમાં અનોખી ખગોળીય ઘટના : લોકોનો પડછાયો એકથી બે મિનિટ માટે પડછાયો થયો ગુમ
વાદળો અને વરસાદના કારણે સ્વચ્છ આકાશની આશા ઓછી
ગુરૂ આકાશમાં સૌથી તેજસ્વી ગ્રહ રહેશે અને શનિની સ્થિતિ ગુરૂની પશ્ચિમમાં રહેશે. આ સમય દરમિયાન આ ખગોળીય ઘટના આકાશમાં થશે. જોકે, આને જોવા માટે હવામાન પણ મોટી ભૂમિકા ભજવી શકે છે. વાદળો અને વરસાદના કારણે સ્વચ્છ આકાશની આશા બહુ ઓછી છે.
આ પણ વાંચો -
- 794 વર્ષ બાદ ફરી બનેલી ગુરુ અને શનિની યુતિની ખગોળીય ઘટના નિહાળવા ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં લોકો ઉમટી પડ્યા
- જામનગરવાસીઓએ વર્ષમાં 2 વાર જોવા મળતી મંગળ અને શુક્રના મિલનની ખગોળીય ઘટનાનો જોયો નજારો
- લોકડાઉનથી કંટાળેલા લોકો માટે ખાસ અહેવાલ, વહેલી સવારે અને સાંજે બનશે આ અનોખી ખગોળીય ઘટનાઓ
- આકાશમાં દેખાઈ ખગોળીય ઘટના, લોકો થયા રોમાચિંત, જાણો વિગતે