નવી દિલ્હી: ભારતની સૌથી પ્રખ્યાત મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ બુધવારે ઓસ્ટ્રેલિયન ઓપન 2022માં મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડ (women's doubles tennis in australian open)માં હાર્યા બાદ તેની નિવૃત્તિની (Sania Mirza Announce Retirement) જાહેર કરી હતી. હાર પછી સાનિયા મિર્ઝાએ જાહેરાત કરી કે, વર્ષ 2022 તેના પ્રવાસની છેલ્લી સીઝન (sania mirza last tennis season) હશે અને તે ખરેખર તેને પૂર્ણ કરવા માંગે છે.
પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાંથી બહાર
સાનિયા મિર્ઝાએ કહ્યું કે, મેં નક્કી કર્યું છે કે આ મારી અંતિમ સીઝન હશે. મને ખાતરી નથી કે હું આ સીઝન સુધી રહી શકીશ, પરંતુ હું તે કરવા માંગુ છું. સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં બુધવારે તેની પ્રથમ રાઉન્ડની મેચ હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. સાનિયા અને યુક્રેનની તેની સાથી ખેલાડી નાદિયા કિચનોક (sania mirza and nadiia kichenok) સ્લાવાનિયાની તમારા જિદાનસેક અને કાજા જુવાનની જોડી સાથે એક કલાક 37 મિનિટમાં 4-6, 6-7 (5)થી હારી ગઈ. કિચનોક આજે લયમાં નહોતી અને તેણે અનેક ભૂલો કરી.
સાનિયાના કેરિયરથી જોડાયેલી કેટલીક મહત્વની વાતો
સાનિયા મિર્ઝાએ મહિલા ડબલ્સમાં વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન, વર્ષ 2015માં વિમ્બલડન (sania mirza in wimbledon in 2015) અને યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો. મિક્સ્ડ ડબલ્સમાં તેણીએ 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન (sania mirza in Australian Open in 2009), 2012માં ફ્રેન્ચ ઓપન અને 2014માં યુએસ ઓપન જીતી છે. 35 વર્ષની સાનિયા ભારતની સૌથી મોટી મહિલા ટેનિસ સ્ટાર (india biggest female tennis star) છે. તેણે વર્ષ 2003માં ટેનિસમાં પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો: ભારતની સાનિયા મિર્ઝાએ પોતાની ચીની જોડીદાર ઝાંગ શુઆઈ સાથે મળી 20 મહિનામાં પોતાનો પહેલો WTA ખિતાબ જીત્યો
ડબલ્સમાં નંબર-1 પણ રહી ચૂકી છે સાનિયા
તે 19 વર્ષથી સતત ટેનિસ રમી રહી છે અને તેણે ઘણી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારતને જીત અપાવી છે. તે પોતાની કારકિર્દીમાં ડબલ્સમાં નંબર-1 પણ રહી છે. સાનિયા મહિલા સિંગલ્સમાં પણ મેચ રમી ચૂકી છે. આમાં તેણે તેના કરતા સારા રેન્ક ધરાવતી ઘણી ખેલાડીઓને હરાવી છે. સાનિયાએ તેની સિંગલ્સ કારકિર્દીમાં સ્વેત્લાના કુઝનેત્સોવ, વેરા ઝ્વોનારેવા, મેરિયન બોર્ટોલી, ભૂતપૂર્વ નંબર-વન માર્ટિના હિંગિસ, દિનારા સફિના અને વિક્ટોરિયા અઝારેન્કા જેવી સ્ટાર ખેલાડીઓને હરાવી છે.
સિંગલ્સમાં ટોપ 100માં પહોંચનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી
કાંડાની ઈજાને કારણે સાનિયાને સિંગલમાંથી ખસી જવું પડ્યું હતું. અત્યાર સુધીમાં 2 ભારતીય મહિલા ટેનિસ ખેલાડીઓ WTA ખિતાબ જીતી ચૂકી છે, જેમાંથી સાનિયા એક છે. સિંગલ્સમાં ટોપ 100માં પહોંચનારી સાનિયા એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે. સાનિયાએ વર્ષ 2010માં પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: બિલિ જિન કિંગ કપ વિશ્વ ગૃહ પ્લેઓફમાં સાનિયા અને અંકિતા કરશે ભારતનું નેતૃત્વ