- મિલ્ખા સિંહનું કોરોનાના કારણે 91 વર્ષની વયે નિધન
- રેતી કલાકાર સુદર્શન પટનાયકે રેતી આર્ટ બનાવી આપી શ્રદ્ધાંજલિ
- ધ ફ્લાઈંગ સિખનું નિધન થતા ભારતને મોટી ખોટ પડી
પુરી (ઓરિસ્સા): આંતરરાષ્ટ્રીય રેતી કલાકાર સુદર્શન પટનાયકે રેતી આર્ટ દ્વારા પુરી બીચ પર મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મિલ્ખા સિંહને રેતીમાં કંડારીને સુદર્શન દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પી હતી. ધ ફ્લાઈંગ સિખ તરીકે જાણીતા મિલ્ખા સિંહે 1958ની કોમનવેલ્થ ગેમ્સ જીતી. આ બાદ, 1959 માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. રેતી કલાકાર સુદર્શન પટનાયક દ્વારા રેતી આર્ટમાં Tribute to the legend “ The ‘#FlyingSikh’ #MilkhaSingh લખીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
દોડવીર મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે નિધન
ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ (Milkha Singh)નું 91 વર્ષની વયે નિધન થયું છે, જેનાથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે. જોકે, આ પહેલા રવિવારે તેમના પત્ની અને ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું કોરોનાના કારણે નિધન થયું હતું. પદ્મશ્રી મિલ્ખા સિંહ (Milkha Singh)91 વર્ષના હતા. મિલ્ખા સિંહ (Milkha Singh)નું જીવન ખૂબ જ સંઘર્ષમય અને પડકારજનક રહ્યું હતું. તેઓ વર્ષ 1956માં પટિયાલામાં યોજાયેલી રાષ્ટ્રીય રમતોના સમયથી સમાચારમાં આવ્યા હતા. 1958માં કટકમાં થયેલી રાષ્ટ્રીય રમતો (Commonwealth Games)માં 200 અને 400 મીટરના રેકોર્ડ તોડી દીધા હતા.
મિલ્ખા સિંહ (Milkha Singh)ને 1959માં પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો
મિલ્ખા સિંહ (Milkha Singh) એક પૂર્વ ભારતીય ટ્રેક અને ફિલ્ડ દોડવીર હતા. 'ફ્લાઈંગ શિખ' (The Flying Sikh)ના નામથી પ્રખ્યાત મિલ્ખા સિંહ (Milkha Singh)નો જન્મ 20 નવેમ્બર 1929એ પાકિસ્તાનના ફૈસલાબાદમાં થયો હતો. જ્યારે રિપોર્ટ્સ અનુસાર, તેમનો જન્મ 8 ઓક્ટોબર 1935માં થયો હતો. મિલ્ખા સિંહ (Milkha Singh) રાષ્ટ્રમંડળ રમતો (Commonwealth Games)માં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારા એક માત્ર પુરુષ ખેલાડી હતા. રમતમાં તેમની શાનદાર ખ્યાતિ માટે વર્ષ 1959માં મિલ્ખા સિંહ (Milkha Singh)ને પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 1960ના ઓલિમ્પિક રમતો (Olympic Games)માં 400 મીટરની ફાઈનલ મેચમાં મિલ્ખા સિંહ (Milkha Singh)ને મળનારા ચોથા સ્થાન માટે સર્વોચ્ચ યાદ કરવામાં આવે છે.
'ભાગ મિલ્ખા ભાગ'
મિલ્ખા સિંહ (Milkha Singh)ના જીવન પર આધારિત 'ભાગ મિલ્ખા ભાગ' (Bhaag Milkha Bhaag) ફિલ્મ પણ આવી હતી. આ ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મહેરાએ બનાવી હતી, જેમાં ફરહાન અખ્તરે મિલ્ખા સિંહ (Milkha Singh)નું પાત્ર ભજવ્યું હતું. આ સાથે સોનમ કપૂર પણ ફિલ્મમાં જોવા મળી હતી. જ્યારે મિલ્ખા સિંહ (Milkha Singh)ને આ અંગે પૂછવામાં આવ્યું હતું કે, તેમને પોતાના જીવન પર ફિલ્મ બનાવવાની પરવાનગી કેમ આપી. તો તેમણે જણાવ્યું હતું કે, સારી ફિલ્મો યુવાનો માટે એક પ્રેરણાસ્ત્રોત હોય છે અને તેઓ પોતે ફિલ્મ જોશે અને જોશે કે જીવનની ઘટનાઓને યોગ્ય રીતે બતાવવામાં આવી છે કે નહીં. તેઓ યુવાઓને આ ફિલ્મ દેખાડીને તેમના એથલેટિક્સમાં સામેલ થવા માટે પ્રેરિત કરવા માગતા હતા, જેનાથી ભારતને વિશ્વ સ્તર પર મેડલ જીતીને એક ગર્વ અનુભવી શકે.
મિલ્ખા સિંહ (Milkha Singh)ના રેકોર્ડ, પુરસ્કાર અને સન્માન
- વર્ષ 1958ની એશિયાઈ રમતોમાં 200 મીટર રેસમાં - પ્રથમ
- વર્ષ 1958ની એશિયાઈ રમતોમાં 400 મીટર રેસમાં - પ્રથમ
- વર્ષ 1958ની રાષ્ટ્રીય રમતોમાં 440 યાર્જ રેસમાં - પ્રથમ
- વર્ષ 1959માં પદ્મશ્રી પુરસ્કાર
- 400 મીટરમાં વર્ષ 1962ની એશિયાઈ રમતોમાં 400 મીટર રેસમાં - પ્રથમ
- વર્ષ 1964ની કોલકાતા રાષ્ટ્રીય રમતોની 400 મીટરની રેસમાં - દ્વિતીય